________________
૧૪૬
લાક્ષણિક સાહિત્ય
વૃત્તજાતિસમુચ્ચય વૃત્તિ
“વૃત્તજાતિસમુચ્ચય' પર ભટ્ટ ચક્રપાલના પુત્ર ગોપાલે વૃત્તિની રચના કરી છે. આ વૃત્તિમાં ટીકાકારે કાત્યાયન, ભરત, કંબલ અને અશ્વતરનું સ્મરણ કર્યું છે. ગાથાલક્ષણ :
“ગાહાલક્ષ્મણ'ના પ્રથમ પદ્યમાં ગ્રંથ અને તેના કર્તાનો ઉલ્લેખ છે. પદ્ય ૩૧ અને ૬૩માં પણ ગ્રંથનું “ગાહાલક્ષ્મણ' નામ નિર્દિષ્ટ છે. તેનાથી નંદિતાઢ્ય આ પ્રાકૃત “ગાથાલક્ષણ'ના નિર્માતા હતા તે સ્પષ્ટ છે.
નંદિયઢ(નંદિતાસ્ય) ક્યારે થઈ ગયા છે તેમની અન્ય કૃતિઓ અને પ્રમાણોના અભાવે કહી શકાતું નથી. સંભવતઃ તેઓ હેમચંદ્રાચાર્ય પૂર્વે થઈ ગયા હોય. હોઈ શકે કે તેઓ વિરહાંકના સમકાલીન કે તેના પણ પૂર્વવર્તી હોય.
નંદિયઢ એ મંગલાચરણમાં નેમિનાથને વંદન કર્યા છે. પદ્ય ૧૫માં મુનિપતિ વીરની, ૬૮, ૬૯માં શાંતિનાથની ૭૦, ૭૧માં પાર્શ્વનાથની, ૫૭માં બ્રાહ્મીલિપિની ૬૭માં જૈનધર્મની, ૨૧, ૨૨, ૨૫માં જિનવાણીની, ૨૩માં જિનશાસનની તેમ જ ૩૭માં જિનેશ્વરની સ્તુતિ કરી છે. પદ્ય ૬રમાં મેરશિખર પર ૩૨ ઇંદ્રોએ વીરનો જન્માભિષેક કર્યો, એ નિર્દેશ છે. આ પ્રમાણોથી એ સ્પષ્ટ છે કે તેઓ શ્વેતાંબર જૈન હતા.
આ ગ્રંથ મુખ્યતયા ગાથા છંદ સાથે સંબદ્ધ છે, એવું તેના નામ પરથી પ્રકટ છે. પ્રાકૃતના આ પ્રાચીનતમ ગાથા છંદનો જૈન તથા બૌદ્ધ આગમગ્રંથોમાં વ્યાપકરૂપે પ્રયોગ થયો છે. સંભવતઃ આ કારણે નદિતાઢ્ય ગાથા-છંદને એક લક્ષણ-ગ્રંથનો વિષય બનાવ્યો.
ગાથા-લક્ષણમાં ૯૬ પડ્યો છે. જે અધિકાંશતઃ ગાથા-નિબદ્ધ છે. તેમાંથી ૪૭ પદ્યોમાં ગાથાના વિવિધ ભેદોનાં લક્ષણો છે તથા ૪૯ પદ્ય ઉદાહરણોનાં છે. પદ્ય ૬ થી ૧૬ સુધી મુખ્ય ગાથા છંદનું વિવેચન છે. નન્દિતાત્યે “શર' શબ્દને ચતુર્માત્રાના અર્થમાં લીધો છે, જ્યારે વિરહકે “વૃત્તજાતિસમુચ્ચય'માં તેને પંચકલનો દ્યોતક માન્યો છે. આ એક વિચિત્ર અને અસામાન્ય વાત જણાય છે.
પદ્ય ૧૭થી ૨૦માં ગાથાના મુખ્ય ભેદ પથ્યા, વિપુલા અને ચપલાનું વર્ણન તથા પદ્ય ૨૧ થી ૨૫ સુધી તેમનાં ઉદાહરણો છે. પદ્ય ૨૬ થી ૩૦માં ગીતિ, ઉગીતિ, ઉપગીતિ અને સંકીર્ણગાથા ઉદાહૃત છે. પદ્ય ૩૧માં નન્દિતાયે અવહટ્ટ (અપ્રભંશ)નો તિરસ્કાર કરતાં પોતાની ભાષાસંબંધી દષ્ટિકોણ વ્યક્ત કર્યો છે. પદ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org