________________
લાક્ષણિક સાહિત્ય
૧૧૯૦માં લિખિત હસ્તલિખિત પ્રત (જેસલમેરના ભંડારમાંથી) મળવાથી તે પહેલાં ક્યારેક થઈ ગયા, તે નિશ્ચિત છે.
૧૪૨
કવિ સ્વયંભૂએ ‘સ્વયંભૂચ્છન્દસ્'માં જયદેવનો ઉલ્લેખ કર્યો છે. તેઓ ‘પઉમચરિય’ના કર્તા સ્વયંભૂથી અભિન્ન હોય તો સન્ ૭૯૧ (વિ.સં. ૮૪૭)માં વિદ્યમાન હતા, આથી જયદેવ તેમની પહેલાં થઈ ગયા, તેમ માની શકાય.
સંભવતઃ વિ.સં. ૫૬૨માં વિદ્યમાન ‘પંચસિદ્ધાન્તિકા' ના રચયિતા વરાહમિહિરને આ જયદેવ પરિચિત હશે. જો એ સાચું હોય તો તેઓ છઠ્ઠી શતાબ્દીની આસપાસ કે પહેલાં થઈ ગયા, એવો નિર્ણય કરી શકાય.
ઈસ્વી ૧૦મી સદીના ઉત્તરાર્ધમાં વિદ્યમાન ભટ્ટ હલાયુધે જયદેવના મતની આલોચના પોતાના ‘પિંગલછંદઃસૂત્ર’ની ટીકા (‘પિં.૧.૧૦, ૫.૮) માં કરી છે. ઈ. ૧૦ મી શતાબ્દીના ‘નાટ્યશાસ્ત્ર’ના ટીકાકાર અભિનવગુપ્તે જયદેવના આ ગ્રંથનું અવતરણ લીધું છે. તેથી તે ઈ. ૧૮મી શતી પૂર્વે થઈ ગયા, એવા નિશ્ચય પર પહોંચી શકાય. તાત્પર્ય એ છે કે તેઓ છઠ્ઠી શતાબ્દીથી ૧૦મી શતાબ્દી વચ્ચે ક્યારેક થઈ ગયા.
સન્ ૯૬૬માં વિદ્યમાન ઉત્પલ, સન્ ૧૦૦૦થી પૂર્વે થઈ જનારા કન્નડ ભાષાના ‘છન્દોડમ્બુધિ' ગ્રંથના કર્તા નાગદેવ, સન્ ૧૦૭૦માં થઈ જનારા નિમસાધુ અને ૧૨મી શતાબ્દી અને તેની પછી થયેલા હેમચંદ્ર, ત્રિવિક્રમ, અમરચંદ્ર, સુલ્હણ, ગોપાલ, કવિદર્પણકાર, નારાયણ, રામચંદ્ર વગેરે જૈન-જૈનેતર છન્દશાસ્ત્રીઓએ જયદેવમાંથી અવતરણો લીધાં છે, તેમની શૈલીનું અનુસરણ કર્યું છે કે તેમના મતની ચર્ચા કરી છે આથી જયદેવની પ્રામાણિકતા અને લોકપ્રિયતાનો આભાસ મળે છે. એટલું જ નહીં, હર્ષટ નામના જૈનેતર વિદ્વાને ‘જયદેવછન્દસ્’ પર વૃત્તિ રચી છે, જે જૈન ગ્રંથો પર રચાયેલા વિરલ જૈનેતર ટીકાગ્રંથોમાં ઉલ્લેખનીય છે.
જયદેવે પોતાનો છંદોગ્રંથ સંસ્કૃતભાષામાં પિંગલના આદર્શને ધ્યાનમાં રાખીને લખ્યો, એમ પ્રતીત થાય છે. પિંગલની જેમ જયદેવે પણ પોતાના ગ્રંથના આઠ અધ્યાયોમાંથી પ્રથમ અધ્યાયમાં સંજ્ઞાઓ, બીજા-ત્રીજામાં વૈદિક છંદોનું નિરૂપણ અને ચોથાથી લઈને આઠમા સુધીના અધ્યાયોમાં લૌકિક છંદોનાં લક્ષણો આપ્યા છે. જયદેવે
૧. જુઓ—ગાયકવાડ ગ્રંથમાલામાં પ્રકાશિત ટીકા, પૃ. ૨૪૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org