________________
લાક્ષણિક સાહિત્ય
ગ્રંથના પૃ. ૪૫ પર ‘ઉપજાતિ’ના સ્થાને ‘ઇન્દ્રમાલા' નામ આપવામાં આવ્યું છે. પૃ. ૪૬ પર મુનિ દમસાગર, પૃ. ૫૨ પર શ્રી પાલ્યકીર્તીશ અને સ્વયંભૂવેશ તથા પૃ. ૪૬ પર કવિ ચારુકીર્તિના મતો વિશે ઉલ્લેખ કરેલો છે.
૧૩૪
પ્રથમ અધ્યાયમાં સંજ્ઞા, દ્વિતીયમાં સમ-વૃત્ત, તૃતીયમાં અર્ધ-સમ-વૃત્ત, ચતુર્થમાં વિષમ-વૃત્ત, પંચમમાં આર્યા-જાતિ-માત્રાસમક-જાતિ, છઠ્ઠામાં મિશ્ર, સાતમામાં કર્ણાટવિષયભાષાાત્યધિકા૨ (જેમાં વૈદિક છંદોની જગ્યાએ કન્નડ ભાષાના છંદો નિર્દિષ્ટ છે), આઠમામાં પ્રસ્તારાદિ-પ્રત્યય સંબંધિત વિવેચન છે.
જયકીર્તિએ એવા ઘણા માત્રિક છંદોનો ઉલ્લેખ કર્યો છે જે જયદેવના ગ્રંથમાં નથી. હા. વિરહાંકે આવા છંદોનો ઉલ્લેખ કર્યો છે, તો પણ સંસ્કૃતના લક્ષણકારોમાં આ છંદોના પ્રથમ ઉલ્લેખનું શ્રેય જયકીર્તિને જ મળે છે.
છંદઃશેખર :
‘છંદઃશેખર’ના કર્તાનું નામ છે રાજશેખર. તેઓ ઠક્કુર દુર્દક અને નાગદેવીના પુત્ર હતા અને ઠક્કુર યશના પુત્ર લાહરના પૌત્ર હતા.
કહેવામાં આવે છે કે આ ‘ છંદઃશેખર' ગ્રંથ ભોજદેવને પ્રિય હતો.
આ ગ્રંથની એક હસ્તલિખિત પ્રતિ વિ.સં. ૧૧૭૯ની મળે છે. હેમચંદ્રાચાર્યે આ ગ્રંથનો પોતાના ‘છંદોડનુશાસન'માં ઉપયોગ કર્યો છે.
કહેવામાં આવે છે કે જયશેખરસૂરિ નામના વિદ્વાને પણ ‘છંદઃશેખર’ના નામના છંદોગ્રંથની રચના કરી હતી પરંતુ તે પ્રાપ્ય નથી.
છંદોનુશાસન ઃ
આચાર્ય હેમચંદ્રસૂરિએ ‘શબ્દાનુશાસન’ અને ‘કાવ્યાનુશાસન’ની રચના કર્યા પછી ‘છંદોડનુશાસન’ની રચના કરી છે.
આ ‘છંદોનુશાસન’ આઠ અધ્યાયોમાં વિભક્ત છે અને તેમાં કુલ મળીને ૭૬૪ સૂત્રો છે.
તેની સ્વોપજ્ઞ વૃત્તિમાં સૂચિત કરવામાં આવ્યું છે કે તેમાં વૈદિક છંદોની ચર્ચા કરવામાં નથી આવી.
१. शब्दानुशासनविरचनान्तरं तत्फलभूतं काव्यमनुशिष्य तदङ्गभूतं 'छन्दोऽनुशासन' मारिप्समानः शास्त्रकार इष्टाधिकृतदेवतानमस्कारपूर्वकमुप्रक्रमते ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org