________________
અલંકાર
છે. તેના ત્રણ ઉલ્લાસોમાં શ્રૃંગારનું પ્રતિપાદન છે અને ચોથામાં રસોનું. આમાં નવ રસનો સ્વીકાર કરવામાં આવ્યો છે.૧
ગ્રંથકારની અન્ય રચનાઓ આ પ્રમાણે છે ઃ ૧. રાયમલ્લાભ્યુદયકાવ્ય (વિ.સં. ૧૬૧૫), ૨. યદુસુંદ૨મહાકાવ્ય, ૩. પાર્શ્વનાથચરિત, ૪. જમ્બુસ્વામિકથાનક, પ. રાજપ્રશ્રીયનાટ્યપદભંજિકા, ૬. પરમતવ્યવચ્છેદસ્યાદ્વાદદ્વાત્રિંશિકા, ૭. પ્રમાણસુંદ૨, ૮. સારસ્વતરૂપમાલા, ૯. સુંદરપ્રકાશશબ્દાર્ણવ, ૧૦, હાયનસુંદર, ૧૧. ષડ્વાષાગર્ભિતનેમિસ્તવ, ૧૨. વરમંગલિકાસ્તોત્ર, ૧૩. ભારતીસ્તોત્ર. કવિમુખમંડન :
ખરતરગચ્છીય સાધુકીર્તિ મુનિના શિષ્ય મહિમસુંદરના શિષ્ય પં. જ્ઞાનમેરુએ ‘કવિમુખમંડન’ નામના અલંકારગ્રંથથી રચના કરી છે. ગ્રંથનું નિર્માણ દૌલતખાં માટે કરવામાં આવ્યું છે તેવો ઉલ્લેખ કવિએ કર્યો છે.
પં. જ્ઞાનમેરુએ ગુજરાતી ભાષામાં ‘ગુણકરણ્ડગુણાવલીરાસ' તેમજ અન્ય ગ્રંથો રચ્યા છે. આ રાસ-ગ્રંથ વિ.સં. ૧૬૭૬માં રચાયો છે.૩
કવિમદપરિહાર :
૧૨૧
ઉપાધ્યાય સકલચંદ્રના શિષ્ય શાંતિચંદ્રે ‘કવિમદપરિહાર' નામક અલંકારશાસ્ત્રસંબંધી એક ગ્રંથની રચના વિ.સં. ૧૭૦૦ની આસપાસમાં કરી છે, તેવો ઉલ્લેખ જિનરત્નકોશ, પૃ. ૮૨માં છે.
કવિમદપરિહાર-વૃત્તિ ઃ
મુનિ શાંતિચંદ્રે ‘કવિમદપરિહાર' પર સ્વોપજ્ઞ વૃત્તિની રચના કરી છે.
મુગ્ધમેધાલંકાર :
‘મુગ્ધમેધાલંકાર’ નામક અલંકારશાસ્ત્રવિષયક આ નાની એવી કૃતિ ના કર્તા રત્નમંડનગણિ છે. તેમનો રચના-સમય ૧૭મી સદી છે.
૧. આ ગ્રંથ પ્રાધ્યાપક સી. કે. રાજા દ્વારા સંપાદિત થઈને ગંગા ઓરિયન્ટલ સિરીઝ, બીકાનેરથી સન્ ૧૯૪૩માં પ્રકાશિત થયો છે.
૨. આ ‘રાજસ્થાનના જૈન શાસ્ત્ર-ભંડારોની ગ્રંથસૂચિ' ભા.૨, પૃ. ૨૭૮માં સૂચિત ક૨વામાં આવ્યો છે. આ ગ્રંથની ૧૦ પત્રોની પ્રતિ ઉપલબ્ધ છે.
૩. ‘જૈન ગુર્જર કવિઓ’ ભા. ૧, પૃ. ૪૯૫; ભાગ ૩, ખંડ ૧, પૃ. ૯૭૯. ૪. આ ૨ પત્રાત્મક કૃતિ પૂનાના ભાંડારકર ઓરિયંટલ ઇન્સ્ટીટ્યૂટમાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org