________________
અલંકાર
૧૧૩
ચોથું અર્થસિદ્ધિ પ્રતાન છે. તેમાં ૧. અલંકારાભ્યાસ, ૨. વર્ષાર્થોત્પત્તિ, ૩. આકારાર્થોત્પત્તિ, ૪. ક્રિયાર્થોત્પત્તિ, ૫. પ્રકીર્ણક, ૬. સંખ્યા નામક અને ૭. સમસ્યાક્રમ–આ પ્રમાણે સાત સ્તબક ૨૯૦ શ્લોક-બદ્ધ સૂત્રોમાં છે.
કવિ સંપ્રદાયની પરંપરા ન જળવાવાથી અને તવિષયક અજ્ઞાનતાને કારણે કવિતાની ઉત્પત્તિમાં સૌંદર્ય નથી આવી શકતું. આ વિષયની સાધના માટે આચાર્ય અમરચંદ્રસૂરિએ ઉપર્યુક્ત વિષયોથી ભરપૂર એવી “કાવ્યકલ્પલતા-વૃત્તિ'ની રચના કરી છે.
કવિતા-નિર્માણ-વિધિ પર રાજશેખરની “કાવ્ય-મીમાંસા' થોડોક પ્રકાશ જરૂર પાડે છે, પરંતુ પૂર્ણતયા નહીં. કવિ ક્ષેમેન્દ્રનું “કવિકંઠાભરણ' મૂળ તત્ત્વોનો બોધ કરાવે છે પરંતુ તે પર્યાપ્ત નથી. કવિ હલાયુધનું “કવિરહસ્ય' ફક્ત ક્રિયા-પ્રયોગોની વિચિત્રતાઓનો બોધ કરાવે છે માટે તે પણ એકદેશીય છે. જયમંગલાચાર્યની
કવિશિક્ષા' એક નાનો ગ્રંથ છે, આથી તે પણ પર્યાપ્ત નથી. વિનયચંદ્રની “કાવ્યશિક્ષા'માં કેટલાક વિષયો જરૂર છે પરંતુ તે પણ પૂર્ણ નથી.
આથી એ સ્પષ્ટ છે કે કાવ્યનિર્માણના અભ્યાસીઓ માટે અમરચંદ્રસૂરિની “કાવ્યકલ્પલતા-વૃત્તિ અને દેવેશ્વરની “કાવ્યકલ્પલતા' એ બંને ગ્રંથો ઉપયોગી છે. દેવેશ્વરે પોતાની કાવ્યકલ્પલતાની અમરચંદ્રસૂરિની વૃત્તિના આધારે સંક્ષેપમાં રચના કરી છે.'
આચાર્ય અમરચંદ્રસૂરિએ સરસ્વતીની સાધના કરીને સિદ્ધકવિત્વ પ્રાપ્ત કર્યું હતું. તેમના આશુકવિત્વ વિશે પ્રબંધોમાં કેટલીય વાતો ઉલ્લિખિત છે.
જયારે આચાર્ય અમરચંદ્રસૂરિ વિશલદેવ રાજાની વિનંતીથી તેમના રાજદરબારમાં આવ્યા ત્યારે સોમેશ્વર, સોમાદિત્ય, કમલાદિત્ય, નાનાક પંડિત વગેરે મહાકવિઓ ઉપસ્થિત હતા. તે બધાએ તેમને સમસ્યાઓ પૂછી. તે સમયે તેમણે ૧૦૮ સમસ્યાઓની પૂર્તિ કરી હતી, તેથી તેઓ આશુકવિ રૂપે પ્રસિદ્ધ થયા. નાનાક પંડિત નીત નથતિમાં યુવતિનશાસુ આ એક પાદ આપીને સમસ્યા પૂર્ણ કરવા કહ્યું ત્યારે અમરચંદ્રસૂરિએ તરત જ આ પ્રમાણે સમસ્યાપૂર્તિ કરી દીધી :
૧. પ્રથમ પ્રતાનના પાંચમા સ્તબકનો ‘સતોડપિ વિજે' થી લઈને પેમેવાસંમતમ્'
સુધીનો આખો પાઠ દેવેશ્વરે પોતાની “કાવ્યકલ્પલતા'માં લીધો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org