________________
કોશ
૮૧
નિશ્ચિત છે. તેમણે “હેમ-નામમાલા'નો ઉલ્લેખ પણ કર્યો છે. ટીકાના પ્રારંભમાં અમરકીર્તિએ કલ્યાણકીર્તિને નમસ્કાર કર્યા છે. સં. ૧૩૫૦માં “જિનયજ્ઞફલોદય'ની રચના કરનારા કલ્યાણકીર્તિથી આ જુદા ન હોય તો અમરકીર્તિએ આ “ભાષ્યની રચના નિશ્ચિત રીતે વિ.સં. ૧૩૫૦ની આસપાસ કરી છે. નિઘટસમય : - કવિ ધનંજયરચિત “નિઘસમય' નામની રચનાનો ઉલ્લેખ “જિનરત્નકોશ' પૃ. ૨૧૨ પર છે. આ કૃતિ બે પરિચ્છેદાત્મક દર્શાવવામાં આવી છે, પરંતુ આવી કોઈ કૃતિ જોવામાં આવી નથી. સંભવતઃ આ ધનંજયની “અનેકાર્થનામમાલા” હોઈ શકે. અનેકાર્થ-નામમાલા :
કવિ ધનંજયે “અનેકાર્થનામમાલા'ની રચના કરી છે. તેમાં ૪૬ પદ્ય છે. વિદ્યાર્થીઓને એક શબ્દના અનેક અર્થ વિશે જ્ઞાન મળી રહે, તે દષ્ટિએ આ નાનોએવો કોશ બનાવવામાં આવ્યો છે. આ કોશ “ધનંજય-નામમાલા-સભાષ્યની સાથે છપાયેલો છે. અનેકાર્થનામમાલા-ટીકા?
કવિ ધનંજયકૃત “અનેકાર્થનામમાલા પર કોઈ વિદ્વાને ટીકા રચી છે. આ ટીકા પણ “ધનંજય-નામમાલા-સભાષ્ય'ની સાથે છપાયેલી છે. અભિધાનચિંતામણિનામમાલા :
વિદ્વાનોની માન્યતા છે કે આચાર્ય હેમચંદ્ર “સિદ્ધહેમશબ્દાનુશાસન પછી કાવ્યાનુશાસન” અને ત્યાર પછી “અભિધાનચિંતામણિનામમાલા' કોશની વિ. ૧૩મી શતાબ્દીમાં રચના કરી છે. સ્વયં આચાર્ય હેમચંદ્ર પણ આ કોશના આરંભમાં સ્પષ્ટ કહ્યું છે કે શબ્દાનુશાસનના સમસ્ત અંગોની રચના પ્રતિતિ થઈ ગયા બાદ આ કોશ-ગ્રંથની રચના કરવામાં આવી છે. ૨ ૧. (ક) મહાવીર જૈન સભા, ખંભાત, શક-સં. ૧૮૧૮ (મૂળ).
(ખ) યશોવિજય જૈન ગ્રંથમાલા, ભાવનગર, વીર-સં. ૨૪૪૬ (સ્વોપજ્ઞવૃત્તિસહિત). (ગ) મુક્તિકમલ જૈન મોહનમાલા, વડોદરા (રત્નપ્રભાવૃત્તિ સહિત). (ઘ) દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ફંડ, સુરત, સન્ ૧૯૪૬ (મૂળ).
(ડ) નેમિ-વિજ્ઞાન-ગ્રંથમાલા, અમદાવાદ (મૂળ ગુજરાતી અર્થની સાથે). २. प्रणिपत्यार्हतः सिद्धसाङ्गशब्दानुशासनः ।
ઢચક્ર-મિશ્રાનાં નાનાં મસ્તિો તોહમ્ III
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org