________________
કોશ
(
૭૯
“દેશીનામમાલા” (રયણાવલી)માં પણ ધનપાલનો ઉલ્લેખ છે. “શાઝુર્ગધર-પદ્ધતિમાં ધનપાલના કોષવિષયક પધોનાં ઉદ્ધરણો મળે છે અને એક ટિપ્પણીમાં ધનપાલરચિત નામમાળા' ૧૮૦૦ શ્લોક-પરિમાણ હોવાનો ઉલ્લેખ કરેલો છે. આ બધા પ્રમાણો પરથી જાણી શકાય છે કે ધનપાલે સંસ્કૃત અને દેશી શબ્દકોશ-ગ્રંથોની રચના કરી હશે, જે આજે ઉપલબ્ધ નથી.
તેમના રચેલા અન્ય ગ્રંથો આ પ્રમાણે છે: ૧. તિલકમંજરી (સંસ્કૃત ગદ્ય), ૨. શ્રાવકવિધિ (પ્રાકૃત પદ્ય), ૩. ઋષભ પંચાશિકા (પ્રાકૃત પદ્ય), ૪. મહાવીરસ્તુતિ (પ્રાકૃત પદ્ય), પ સત્યપુરીયમંડનમહાવીરોત્સાહ (અપભ્રંશ પદ્ય), ૬. શોભનસ્તુતિટીકા (સંસ્કૃત ગદ્ય). ધનંજયનામમાલાઃ
ધનંજય નામના દિગંબર ગૃહસ્થ વિદ્વાને પોતાના નામથી “ધનંજયનામમાલા નામના એક નાના એવા સંસ્કૃતકોશની રચના કરી છે.
માનવામાં આવે છે કે કર્તાએ ૨૦૦ અનુષ્ટ્રશ્લોક જ રચ્યા છે. કોઈ આવૃત્તિમાં ૨૦૩ શ્લોકો છે, તો ક્યાંક ૨૦૫ શ્લોકો છે.
ધનંજય કવિએ આ કોશમાં એક શબ્દ પરથી શબ્દાત્તર બનાવવાની વિશિષ્ટ પદ્ધતિ બતાવી છે, જેમ કે, “પૃથ્વી' વાચક શબ્દની આગળ “ધર શબ્દ જોડી દેવાથી પર્વતવાચી નામ બને છે, “મનુષ્ય વાચક શબ્દની આગળ “ત’ શબ્દ જોડી દેવાથી નૃપવાચી નામ બને છે અને “વૃક્ષ' વાચક શબ્દની આગળ “વર શબ્દ જોડી દેવાથી વાનરવાચી નામ બને છે. આ કોશમાં ૨૦૧મો શ્લોક આ પ્રમાણે છે :
प्रमाणमकलङ्कस्य पूज्यपादस्य लक्षणम् ।
द्विसन्धानकवेः काव्यं रत्नत्रयमपश्चिमम् ॥ આ શ્લોકમાં “હિસન્ધાન' કાર ધનંજય કવિની પ્રશંસા છે, માટે આ શ્લોક મૂળ ગ્રંથકારનો નહીં હોય, તેમ કેટલાક વિદ્વાનો માને છે. પં. મહેન્દ્રકુમારે તેને
૧. ધનંજયનામમાલા, અનેકાર્થનામમાલાની સાથે હિંદી અનુવાદસહિત, ચતુર્થ આવૃત્તિ,
હરપ્રસાદ જૈન, વિ.સં. ૧૯૯૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org