SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાકરણ ૭૧ પ્રતિ અમદાવાદના લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના સંગ્રહમાં વિદ્યમાન છે. આચાર્ય હરિપ્રભસૂરિના સમય અને ગુરુના વિષયમાં કશું જાણવામાં આવ્યું નથી. તેઓએ અંતમાં પોતે શાન્તિપ્રભસૂરિના સંપ્રદાયના હોવાનો ઉલ્લેખ આ પ્રમાણે કર્યો છે : इति श्रीहरिप्रभसूरिविरचितायां प्राकृतदीपिकायां चतुर्थः पादः समाप्तः । मन्दमतिविनेयबोधहेतोः श्रीशान्तिप्रभसूरिसंप्रदायात् । अस्यां बहुरू पसिद्धौ विदधे सूरिहरिप्रभः प्रयत्नम् ॥ હૈમપ્રાકૃતઢુંઢિકા: “સિદ્ધહેમશબ્દાનુશાસન'ના ૮મા અધ્યાય પર આચાર્ય સૌભાગ્યસાગરના શિષ્ય ઉદયસૌભાગ્યગણિએ “મપ્રાકૃઢિકા અપરનામ “વ્યુત્પત્તિ-દીપિકા' નામની વૃત્તિની રચના વિ. સં. ૧૫૧૧માં કરી છે.' પ્રાકૃતપ્રબોધ (પ્રાકૃતવૃત્તિઢુંઢિકા) : સિદ્ધહેમશબ્દાનુશાસન'ના ૮મા અધ્યાય પર માલધારી ઉપાધ્યાય નરચંદ્રસૂરિએ અવચૂરિરૂપ ગ્રંથની રચના કરી છે. તેના અંતમાં તેમણે ગ્રંથ-નિર્માણનો હેતુ આ પ્રમાણે જણાવ્યો છે : नानाविधैर्विधुरितां विबुधैः सबुद्ध्या તાં સિદ્ધિવિનાવિનો શિષ્ય: अभ्यर्थितो मुनिरनुज्झितसंप्रदाय - . मारम्भमेनमकरोन्नरचन्द्रनामा ॥ આ ગ્રંથમાં “તત્ત્વપ્રકાશિકા' (બ્રહવૃત્તિ)માં નિર્દિષ્ટ ઉદાહરણોની સૂત્રપૂર્વક સાધનિકા કરવામાં આવી છે. “ન્યાયકંદલીની ટીકામાં રાજશેખરસૂરિએ આ ગ્રંથનો ઉલ્લેખ કર્યો છે. આ ગ્રંથની હસ્તલિખિત પ્રતો અમદાવાદના લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં છે. પ્રાકૃત વ્યાકૃતિ (પદ્યવિવૃતિ) : આચાર્ય વિજયરાજેન્દ્રસૂરિએ આચાર્ય હેમચંદ્રના સૂત્રોની સ્વોપજ્ઞ સોદાહરણ વૃત્તિને પદ્યમાં ગ્રથિત કરી તેનું પ્રાકૃત વ્યાકૃતિ’ નામ રાખ્યું છે. ૧. આ વૃત્તિ ભીમસિંહ માણેક, મુંબઈથી પ્રકાશિત થઈ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001315
Book TitleLakshanik Sahitya Jain History Series 5
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy