________________
૬૨
લાક્ષણિક સાહિત્ય નામની વિભક્તિઓના ઉદાહરણાર્થે જયાનંદમુનિરચિત “સર્વજિનસાધારણસ્તોત્ર' આપવામાં આવ્યું છે.
સંસ્કૃત ઉક્તિ એટલે કે બોલવાની રીત વિશેના નિયમ આ વ્યાકરણમાં આપવામાં આવ્યા છે. કર્તા, કર્મ અને ભાવી ઉક્તિઓનું તેમાં મુખ્યત્વે વિવેચન કરવામાં આવ્યું છે, આથી તેને ઔક્તિક નામ આપવામાં આવ્યું છે.
મુગ્ધાવબોધ-ઑક્તિકમાં વિભક્તિવિચાર, કૃદંતવિચાર, ઉક્તિભેદ અને શબ્દોનો સંગ્રહ છે. “પ્રાચીન ગુજરાતી ગદ્યસંદર્ભ પૃ. ૧૭૨-૨૦૪માં તે છપાયેલું
તેમના અન્ય ગ્રંથો આ પ્રમાણે છે : (૧) વિચારામૃતસંગ્રહ (રચના વિ. સં. ૧૪૪૩) (૨) સિદ્ધાંતાલાપકોદ્ધાર (૩) કાયસ્થિતિસ્તોત્ર (૪) વિશ્વશ્રાદ્ધ સ્તવ (તમાં અષ્ટાદશચક્રવિભૂષિત વીરસ્તવ છે) (પ) “ગરીયોગુણ” સ્તવ (તેને પંચજિનહારબંધસ્તવ પણ કહે છે) (૬) પર્યુષણાકલ્પ-અવચૂર્ણિ (૭) પ્રતિક્રણસૂત્ર-અવચૂર્ણિ
(૮) પ્રજ્ઞાપના-તૃતીયપદસંગ્રહણી બાલશિક્ષા :
શ્રીમાલ ઠકકુર ફૂરસિંહના પુત્ર સંગ્રામસિંહે “કાત–વ્યાકરણ” સમજાવવાના હેતુથી “બાલશિક્ષા' નામના ઔક્તિકની રચના વિ.સં. ૧૩૩૬માં કરી હતી.' વાક્યપ્રકાશ :
બૃહત્તપાગચ્છીય રત્નસિંહસૂરિના શિષ્ય ઉદયધર્મ વિ.સં. ૧૫૦૭માં વાક્યપ્રકાશ' નામના ઔક્તિકની રચના સિદ્ધપુરમાં કરી છે. તેમાં ૧૨૮ પદ્ય છે.
તેનો ઉદ્દેશ્ય ગુજરાતી દ્વારા સંસ્કૃત ભાષાનું વ્યાકરણ શીખવાડવાનો છે, તેથી અહીં ઘણા પઘો ગુજરાતીમાં આપીને તેની સાથે સંસ્કૃતમાં અનુવાદ આપવામાં
૧. આ ગ્રંથના કેટલાક સંદર્ભ ‘પુરાતત્ત્વ' (પુ. ૩, અંક ૧, પૃ. ૪૦-૫૩)માં પં. લાલચન્દ્ર
ગાંધીના લેખમાં છપાયેલ છે. આ ગ્રંથ અદ્યાવધિ અપ્રકાશિત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org