________________
૬૦
ન્યાયરત્નાવલી :
‘સારસ્વત-વ્યાકરણ’ પર ખરતરગચ્છીય આચાર્ય જિનચંદ્રસૂરિના શિષ્ય દયારત્નમુનિએ તેમાં પ્રયુક્ત ન્યાયો પર ‘ન્યાયરત્નાવલી’ નામનું વિવરણ વિ. સં. ૧૬૨૬માં લખ્યું છે. તેની વિ. સં. ૧૭૩૭માં લખાયેલી પ્રત અમદાવાદના લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં છે.
પંચસંધિટીકા :
લાક્ષણિક સાહિત્ય
‘સારસ્વત-વ્યાકરણ’ પર સોમશીલ નામના મુનિએ ‘પંચસંધિ-ટીકા’ની રચના કરી છે. સમય જ્ઞાત નથી. તેની પ્રત પાટણના ભંડારમાં છે.
ટીકા
‘સારસ્વત-વ્યાકરણ’ પર સત્યપ્રબોધ મુનિએ એક ટીકા-ગ્રંથની રચના કરી છે. જેનો સમય જ્ઞાત નથી. તેની પ્રતો પાટણ અને લીંબડીના ભંડારોમાં છે.
શબ્દપ્રક્રિયાસાધની-સરલાભાષાટીકા :
‘સારસ્વતવ્યાકરણ’ પર આચાર્ય વિજયરાજેન્દ્રસૂરિએ ૨૦મી શતાબ્દીમાં ‘શબ્દપ્રક્રિયાસાધનીસરલાભાષાટીકા' નામના ટીકાગ્રંથની રચના કરી છે, જેનો ઉલ્લેખ તેમના ચરિત્રલેખોમાં પ્રાપ્ત થાય છે.
સિદ્ધાંતચંદ્રિકાવ્યાકરણ :
‘સિદ્ધાંતચંદ્રિકા-વ્યાકરણ’ના મૂળ રચયિતા રામચંદ્રાશ્રમ છે. તે ક્યારે થઈ ગયા, તે અજ્ઞાત છે. જૈનેતરકૃત વ્યાકરણ હોવા છતાં પણ ઘણા જૈન વિદ્વાનોએ તેના પર વૃત્તિઓની રચના કરી છે.
સિદ્ધાંતચંદ્રિકા-ટીકા :
‘સિદ્ધાંતચંદ્રિકા’ વ્યાકરણ ૫૨ આચાર્ય જિનરત્નસૂરિએ ટીકાની રચના કરી છે. આ ટીકા છપાઈ ચૂકી છે.
વૃત્તિ ઃ
‘સિદ્ધાંતચંદ્રિકા’ વ્યાકરણ પર ખરતરગચ્છીય કીર્તિસૂરિ શાખાના સદાનંદ મુનિએ વિ. સં. ૧૭૯૮માં વૃત્તિની રચના કરી છે, જે છપાઈ ચૂકી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org