________________
વ્યાકરણ
૫૧
સ્કન્દ-પ્રોક્ત કહ્યું છે. એના પરની સૌથી પ્રાચીન ટીકા દુર્ગસિંહની મળે છે. “કાશિકા' વૃત્તિ કરતાં તે પ્રાચીન છે, કેમ કે કાશિકામાં “દુર્ગવૃત્તિનું ખંડન કરાયું છે. આ વ્યાકરણ પર અનેક વૈયાકરણોએ ટીકાઓ લખી છે. જૈનાચાર્યોએ પણ ઘણી બધી વૃત્તિઓનું નિર્માણ કર્યું છે. દુર્ગાદપ્રબોધ-ટીકાઃ
કાતવ્યાકરણ” પર આચાર્ય જિનપ્રબોધસૂરિએ વિ. સં. ૧૩૨૮માં દુર્ગપ્રબોધ' નામના ટીકાગ્રંથની રચના કરી છે. જેસલમેર અને પાટણના ભંડારમાં આ ગ્રંથની પ્રતો છે.
ખરતરગચ્છપટ્ટાવલી' પરથી જાણી શકાય છે કે આ ગ્રંથના કર્તાનો જન્મ વિ. સં. ૧૨૮૫, દીક્ષા સં. ૧૨૯૬, સૂરિપદ સં. ૧૩૩૧ (૩૩) અને સ્વર્ગગમન સં. ૧૩૪૧માં થયું હતું. તેઓ આચાર્ય જિનેશ્વરસૂરિના શિષ્ય હતા.
દીક્ષા સમયે તેમનું નામ પ્રબોધમૂર્તિ રાખવામાં આવ્યું હતું, તેથી ગ્રંથના રચનાસમયનું નામ પ્રબોધમૂર્તિ ઉલ્લિખિત છે, પરંતુ આચાર્ય થયા પછી જિનપ્રબોધસૂરિ નામ રાખવામાં આવ્યું હતું. પાટણની પ્રતના અંતમાં આ વિશે સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું છે. વિ.સં. ૧૩૩૩ના ગિરનારના શિલાલેખમાં જિનપ્રબોધસૂરિ નામ છે. વિ. સં. ૧૩૩૪માં વિવેકસમુદ્રગણિ-રચિત “પુણ્યસારકથા'નું આચાર્ય જિનપ્રબોધસૂરિએ સંશોધન કર્યું હતું. વિ. સં. ૧૩પ૧માં પ્રહલાદનપુરમાં પ્રતિષ્ઠિત કરવામાં આવેલી આ આચાર્યની પ્રતિમા સ્તંભતીર્થમાં છે. દૌર્મસિંહ-વૃત્તિ:
“કાતન્ન-વ્યાકરણ પર રચાયેલી દુર્ગસિંહની વૃત્તિ પર આચાર્ય પ્રદ્યુમ્નસૂરિએ ૩૦૦૦ શ્લોક-પ્રમાણ “દૌર્ગસિંહ-વૃત્તિની રચના વિ. સં. ૧૩૬૯માં કરી છે. તેની પ્રત બીકાનેરના ભંડારમાં છે. કાતન્નોત્તરવ્યાકરણ :
કાતના-વ્યાકરણની મહત્તા વધારવા માટે વિજયાનંદ નામના વિદ્વાને કાતન્નોત્તરવ્યાકરણ'ની રચના કરી છે, જેનું બીજું નામ છે વિદ્યાનંદ. તેની રચના વિ. સં. ૧૨૦૮ પૂર્વે થઈ છે.
१. सामान्यावस्थायां प्रबोधमूर्तिगणिनामधेयैः श्रीजिनेश्वरसूरिपट्टालङ्कारैः श्रीजिनप्रबोधसूरिभि
विरचितो दुर्गपदप्रबोधः संपूर्णः । ૨. જુઓ-સંસ્કૃત વ્યાકરણ-સાહિત્ય કા ઇતિહાસ, ભા. ૧, પૃ. ૪0૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org