________________
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ
વેદનસ્વામિત્વવિધાનમાં એ પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે નૈગમ અને વ્યવહાર નયની અપેક્ષાએ જ્ઞાનાવરણીય વેદના કથંચિત્ એક જીવને થાય છે, કથંચિત્ એક નોજીવને થાય છે, કથંચિત્ અનેક જીવોને થાય છે, કથંચિત્ અનેક નોજીવોને થાય છે, કથંચિત્ એક જીવ અને એક નોજીવને થાય છે, કથંચિત્ એક જીવ અને અનેક નોજીવને થાય છે, કથંચિત્ અનેક જીવ અને એક નોજીવને થાય છે, કથંચિત્ અનેક જીવ અને અનેક નોજીવને થાય છે. આ રીતે બાકીના સાત કર્મોના વિષયમાં સમજવું જોઈએ. સંગ્રહ નયની અપેક્ષાએ જ્ઞાનાવરણીય વેદના એક જીવને થાય છે કે અનેક જીવને થાય છે. શબ્દ અને ઋજુસૂત્ર નયોની અપેક્ષાએ જ્ઞાનાવરણીય વેદના એક જીવને થાય છે. એ જ રીતે બાકીના સાત કર્મોની બાબતમાં કહેવું જોઈએ.
૫૪
વેદનવેદનવિધાનમાં એ દર્શાવવામાં આવ્યું છે કે ગમ નયની અપેક્ષાએ જ્ઞાનાવરણીય વેદના કથંચિત્ બધ્યમાન વેદના છે, કથંચિત્ ઉદીર્ણ વેદના છે, કથંચિત્ ઉપશાન્ત વેદના છે, કથંચિત્ બધ્યમાન વેદનાઓ છે, કથંચિત્ ઉદીર્ણ વેદનાઓ છે, ઈત્યાદિ
વેદનગતિવિધાનમાં એ નિરૂપવામાં આવ્યું છે કે નૈગમ, વ્યવહાર અને સંગ્રહ નયની અપેક્ષાએ જ્ઞાનાવરણીય વેદના કથંચિત્ અવસ્થિત છે, કચિત્ સ્થિત-અસ્થિત છે. તેવી રીતે દર્શનાવરણીય, મોહનીય અને અંતરાયની બાબતમાં સમજવું જોઈએ. વેદનીય વેદના કથંચિત્ સ્થિત છે, કથંચિત્ અસ્થિત છે, કથંચિત્ સ્થિત-અસ્થિત છે. એ જ રીતે આયુ, નામ અને ગોત્રની બાબતમાં જાણવું જોઈએ. ઋજુસૂત્ર નયની અપેક્ષાએ જ્ઞાનાવરણીય વેદના કથંચિત્ સ્થિત છે, કથંચિત્ અસ્થિત છે. આ રીતે બાકીના સાત કર્મોની બાબતમાં સમજવું જોઈએ. શબ્દ નયોની અપેક્ષાએ અવક્તવ્ય છે.
3
વેદનઅનન્તરવિધાનમાં એ પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે નૈગમ અને વ્યવહાર નયની અપેક્ષાએ જ્ઞાનાવરણીય વેદના અનન્તરબંધ છે, પરંપરબંધ છે તથા તદુભયબંધ છે. આ જ રીતે બાકીના સાત કર્મોની બાબતમાં સમજવું જોઈએ. સંગ્રહ નયની અપેક્ષાએ જ્ઞાનાવરણીય વેદના અનન્તરબંધ છે તથા પરંપરબંધ છે. આ રીતે અન્ય કર્મોની બાબતમાં જાણવું જોઈએ. ઋજુસૂત્ર
૨. સૂત્ર ૧-૫૮ (વેદનવેદનવિધાન)
૧. સૂત્ર ૧-૧૫ (વેદનસ્વામિત્વવિધાન) ૩. સૂત્ર ૧-૧૨ (વેદનગતિવિધાન)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org