________________
કર્મપ્રાભૃત
૩૫ અને અપર્યાપ્તક પણ હોય છે પરંતુ સમ્યુગ્મિધ્યાદૃષ્ટિ અને અસંતસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનમાં નિયમતઃ પર્યાપ્તક જ હોય છે. સૌધર્મ-ઈશાનથી ઉપરિમ રૈવેયકના ઉપરિમ ભાગ સુધીના વિમાનવાસી દેવો મિથ્યાદષ્ટિ, સાસાદનસમ્યગ્દષ્ટિ અને અસંતસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનમાં પર્યાપ્તક પણ હોય છે અને અપર્યાપ્તક પણ હોય છે પરંતુ સમ્યમ્મિગ્લાદષ્ટિ ગુણસ્થાનમાં નિયમતઃ પર્યાપક હોય છે. અનુદિશાઓ અને વિજય, વૈજયન્ત, જયન્ત, અપરાજિત તથા સર્વાર્થસિદ્ધિરૂપ અનુત્તર વિમાનોમાં રહેનાર દેવો અસંતસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનમાં પર્યાપ્તક પણ હોય છે અને અપર્યાપ્તક પણ હોય છે.'
વેદની અપેક્ષાએ સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ અને અપગતવેદવાળા જીવો હોય છે. સ્ત્રીવેદ અને પુરુષવેદવાળા જીવો અસંજ્ઞી મિથ્યાદષ્ટિથી અનિવૃત્તિકરણ ગુણસ્થાનમાં મળે છે. નપુંસકદવાળા જીવો એકેન્દ્રિયથી અનિવૃત્તિકરણ ગુણસ્થાન સુધી હોય છે. એથી આગળના જીવો અપગતવેદ અર્થાત્ વેદરહિત હોય છે.
નારકી જીવો ચારે ગુણસ્થાનોમાં શુદ્ધ અર્થાત્ કેવળ નપુંસકવેદી હોય છે. તિર્યંચ એકેન્દ્રિયથી ચતુરિન્દ્રિય સુધીના જીવો શુદ્ધ નપુંસકવેદી હોય છે, અને અસંજ્ઞી પંચેન્દ્રિયથી સંતયાસંયત ગુણસ્થાન સુધીના જીવો ત્રણે વેદોથી યુક્ત હોય છે. મનુષ્યો મિથ્યાદષ્ટિ ગુણસ્થાનથી અનિવૃત્તિકરણ ગુણસ્થાન સુધી ત્રણે વેદો ધરાવે છે અને એથી આગળ વેદરહિત હોય છે. દેવ ચારે ગુણસ્થાનોમાં સ્ત્રીવેદ અને પુરુષવેદ આ બે વેદોથી યુક્ત હોય છે.
કષાયની અપેક્ષાએ જીવો ક્રોધકષાયી, માનકષાયી, માયાકષાયી, લોભકષાયી અને અકષાયી (કષાયરહિત) હોય છે. ક્રોધકષાયી, માનકષાયી અને માયાકષાયી જીવો એકેન્દ્રિયથી અનિવૃત્તિકરણ ગુણસ્થાન સુધી હોય છે. લોભષાયી જીવો એકેન્દ્રિયથી સૂક્ષ્મસામ્પરાયિકશુદ્ધિસંત ગુણસ્થાન સુધી હોય છે. ઉપશાન્તકષાયવીતરાગછઘસ્થ, ક્ષણિકષાયવીતરાગછબસ્થ, સયોગિકેવલી અને અયોગિકેવલી ગુણસ્થાનમાં આવો અકષાયી હોય છે.
જ્ઞાનની અપેક્ષાએ જીવો મત્યજ્ઞાની, શ્રુતજ્ઞાની, વિર્ભાગજ્ઞાની, આભિનિબોધિકજ્ઞાની, શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની, મન:પર્યાયજ્ઞાની અને કેવલજ્ઞાની હોય છે. મત્યજ્ઞાની અને શ્રુતજ્ઞાની જીવો એકેન્દ્રિયથી સાસાદનસમ્યગ્દષ્ટિ ગુણસ્થાન સુધી હોય છે. વિર્ભાગજ્ઞાન સંજ્ઞી મિથ્યાદષ્ટિ તથા સાસાદનસમ્યગ્દષ્ટિ
૧. સૂત્ર ૯૪-૧૦૦ ૩. સૂત્ર ૧૦૫-૧૧૦
૨. સૂત્ર ૧૦૧-૧૦૪ ૪. સૂત્ર ૧૧૧-૧૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org