________________
કર્મપ્રાભૂત
૩૩
વિશેષપણે અસત્યમૃષાવચનયોગ દ્વીન્દ્રિયથી સયોગિકેવલી સુધીના જીવોમાં હોય છે. સત્યવચનયોગ સંજ્ઞીમિથ્યાદૃષ્ટિથી સયોગિકેવલી સુધીના જીવોમાં હોય છે. મૃષાવચનયોગ અને સત્યમૃષાવચનયોગ સંશીમિથ્યાર્દષ્ટિથી ક્ષીણકષાયવીતરાગછદ્મસ્થ સુધીના જીવોમાં હોય છે.
કાયયોગ સાત પ્રકારનો છે ઃ ૧. ઔદારિક કાયયોગ, ૨. ઔદારિકમિશ્ર કાયયોગ, ૩. વૈક્રિયિક કાયયોગ, ૪. વૈક્રિયિકમિશ્ર કાયયોગ, ૫. આહારક કાયયોગ, ૬. આહારકમિશ્ર કાયયોગ, ૭. કાર્પણ કાયયોગ. આમાંથી ઔદારિક કાયયોગ અને ઔદારિકમિશ્ર કાયયોગ તિર્યંચો અને મનુષ્યોમાં હોય છે. વૈક્રિયિક કાયયોગ અને વૈક્રિયિકમિશ્ર કાયયોગ દેવો અને નારકીઓને હોય છે. આહારક કાયયોગ અને આહારકમિશ્ર કાયયોગ ઋદ્ધિવાળા સંયતોને હોય છે. કાર્યણ કાયયોગ વિગ્રહગતિ કરતા જીવોને તથા સમુદ્દાત કરતા કેવલીઓને હોય છે.
સામાન્યપણે કાયયોગ તથા વિશેષપણે ઔદારિક કાયયોગ અને ઔદારિકમિશ્ર કાયયોગ એકેન્દ્રિયથી સયોગિકેવલી સુધીના જીવોને હોય છે. વૈક્રિયિકકાયયોગ અને વૈક્રિયિકમિશ્ર કાયયોગ સંજ્ઞીમિથ્યાદષ્ટિથી અસંયતસમ્યગ્દષ્ટિ સુધીના જીવોને હોય છે. આહા૨ક કાયયોગ અને આહારકમિશ્ર કાયયોગ પ્રમત્તસંયત ગુણસ્થાનમાં જ હોય છે. કાર્પણ કાયયોગ એકેન્દ્રિયથી સયોગિકેવલી સુધીના જીવોમાં હોય
છે.
3
મનોયોગ, વચનયોગ અને કાયયોગ ત્રણે સંજ્ઞીમિથ્યાદષ્ટિથી સયોગિકેવલી સુધીના જીવોમાં હોય છે. વચનયોગ અને કાયયોગ એ બે દ્વીન્દ્રિયથી અસંજ્ઞીપંચેન્દ્રિય સુધીના જીવોમાં હોય છે. કેવળ કાયયોગ એકેન્દ્રિય જીવોમાં હોય છે. આ કથનનું તાત્પર્ય એ છે કે એકેન્દ્રિય જીવોને એક જ યોગ (કાયયોગ) હોય છે, દ્વીન્દ્રિયથી અસંજ્ઞીપંચેન્દ્રિય સુધીના જીવોને બે જ યોગ (કાયયોગ અને વચનયોગ) હોય છે, અને બાકીના જીવોને ત્રણ યોગ હોય છે.
મનોયોગ અને વચનયોગ પર્યાપ્તકોને જ હોય છે, અપર્યાપ્તકોને હોતા નથી. કાયયોગ પર્યાપ્તકોને પણ હોય છે અને અપર્યાપ્તકોને પણ હોય છે.પ
છ પર્યાતિઓ અને છ અપર્યાપ્તિઓ છે. સંજ્ઞીમિથ્યાદૃષ્ટિથી અસંયતસમ્યગ્દષ્ટિ સુધીના જીવોને છએ છ પર્યાપ્તિઓ હોય છે. દ્વીન્દ્રિયથી અસંશીપંચેન્દ્રિય સુધીના જીવોને પાંચ પર્યાપ્તિઓ હોય છે, એકેન્દ્રિય જીવોને ચાર પર્યાપ્તિઓ હોય છે.
૧. સૂત્ર ૫૨-૫૫
૨. સૂત્ર ૫૬-૬૦
૫. સૂત્ર ૬૮-૬૯
૪. સૂત્ર ૬૫-૬૭
Jain Education International
For Private & Personal Use Only
૩. સૂત્ર ૬૧-૬૪
૬. સૂત્ર ૭૦-૭૫
www.jainelibrary.org