SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મવાદ તથા ઇચ્છીસ્વાતન્ય કે સ્વતંત્રતાવાદનું જીવનમાં કંઈ જ સ્થાન નહિ રહે. કર્મવાદને નિયતિવાદ કે અનિવાર્યતાવાદ ન કહી શકાય. ઇચ્છાસ્વાતંત્ર્યનું કંઈ જ મૂલ્ય નથી એવું તાત્પર્ય કર્મવાદનું નથી. કર્મવાદ એવું માનતો નથી કે જેમ જીવ કર્મનું ફળ ભોગવવામાં પરતત્ર છે તેમ કર્મ બાંધવામાં પણ પરતન્ન છે. કર્મવાદની માન્યતા પ્રમાણે જીવે પોતે કરેલાં કર્મોનાં ફળો કોઈ ને કોઈ રૂપમાં અવશ્ય ભોગવવા પડે છે પરંતુ નવાં કર્મો બાંધવામાં જીવ અમુક હદ સુધી સ્વતંત્ર છે. કરેલાં કર્મોને ભોગવ્યા વિના મુક્તિ શક્ય નથી એ હકીકત છે પરંતુ એ અનિવાર્ય નથી કે જીવે અમુક સમયમાં અમુક કર્મો બાંધવા જ. આન્તરિક શક્તિ અને બાહ્ય પરિસ્થિતિને નજર સમક્ષ રાખીને જીવ નવાં કર્મોને બંધાતાં રોકી શકે છે. એટલું જ નહિ પણ જીવ કરેલાં કર્મોને અમુક હદ સુધી ઝડપથી કે વિલંબથી ભોગવી શકે છે અથવા તો તે તેમનામાં પારસ્પરિક પરિવર્તન પણ કરી શકે છે. આ રીતે કર્મવાદમાં મર્યાદિત ઈચ્છા સ્વાતંત્ર્યને સ્થાન છે જ, એમ માનવું પડે છે. જો કોઈ ઇચ્છા સ્વાતન્યનો અર્થ “જીવ જે ઇચ્છે તે કરી શકે છે' એવો કરતું હોય તો તેવા સ્વાતન્યને કર્મવાદમાં કોઈ સ્થાન નથી. જીવ પોતાની શક્તિ અને બાહ્ય પરિસ્થિતિની અવહેલના કરીને કોઈ કાર્ય કરી શકતો નથી. જેમ તેણે બાહ્ય પરિસ્થિતિઓનો પોતે અમુક હદ સુધી દાસ છે એ સ્વીકારવું પડે છે તેમ તેણે પોતાના પરાક્રમની મર્યાદાનું પણ ધ્યાન રાખવું પડે છે. આમ હોવા છતાં પણ જીવ કર્મ કરવામાં સર્વથા પરતત્ર નથી પરંતુ અમુક હદ સુધી સ્વતંત્ર છે. કર્મવાદમાં આ જ ઇચ્છા સ્વાતંત્ર્ય છે. આ રીતે કર્મવાદ નિયતિવાદ અને સ્વતંત્રતાવાદના વચ્ચેનો સિદ્ધાન્ત છે – મધ્યમવાદ છે. કર્મવિરોધી માન્યતાઓ કર્મવાદને પોતાના વિરોધી અનેક વાદોનો સામનો કરવો પડે છે. જગતમાં જણાતી વિષમતાઓનો ખુલાસો કરવાનો પ્રયત્ન કરવા મથતા કેટલાક વિચારકો એ તથ્યની સ્થાપના કરે છે કે કાળ જ જગતની ઉત્પત્તિનું આદિ કારણ છે. કેટલાક વિચારકો સ્વભાવને જ જગતનું કારણ ગણે છે. કેટલાક વિચારકોના મતે નિયતિ જ સર્વેસર્વા છે. કેટલાક ચિંતકો દેચ્છાને જ જગતનું કારણ માને છે. કેટલાક ચિંતકો એવા પણ છે જેઓ પૃથ્વી આદિ ભૂતાને જ જગતનું કારણ 9. Freedom of Will or Libertarianism Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001314
Book TitleKarma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta, Hiralal R Kapadia
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Karma
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy