________________
વિધિ-વિધાન, કલા, મંત્ર, તંત્ર, પર્વ અને તીર્થ
ભૈરવપદ્માવતીકલ્પ
જિનસેનના શિષ્ય મલ્લિષેણે આની રચના કરી છે. આ જિનસેન કનકસેનગણીના શિષ્ય અને અજિતસેનગણીના પ્રશિષ્ય હતા. આને આધારે મલ્લિષેણની ગુરુપરમ્પરા નીચે પ્રમાણે દર્શાવી શકાય
અજિતસેનગણી
કનકસેનગણી
I
જિનસેન
| મલ્લિષેણ
-
પ્રસ્તુત મલ્ટિષેણ દિગંબર છે. તેમણે આ ભૈરવપદ્માવતીકલ્પ ઉપરાંત વાલિની કલ્પ, નાગકુમારચરિત્ર અર્થાત્ શ્રુતપંચમીકથા, મહાપુરાણ અને સરસ્વતીમંત્રકલ્પ નામના ગ્રંથો પણ લખ્યા છે. પ્રસ્તુત કૃતિનાં ૩૩૧ પદ્ય દસ અધિકારોમાં વિભક્ત છે. શ્રી નવાબ દ્વારા પ્રકાશિત પુસ્તકમાં ૩૨૮ પદ્ય છે. તેમાં અન્ય પ્રકાશનમાં ઉપલબ્ધ ‘વનારુણાસિતૈઃ'થી શરૂ થનારું ત્રીજા અધિકારનું તેરમું પદ્ય, ‘સ્તમ્ભને તુ'થી શરૂ થનારું ચોથા અધિકારનું શ્રીરંજિકા યંત્રવિષયક બાવીસમું પદ્ય તથા ‘સિન્દૂરારુણ'થી શરૂ થનારું એકવીસમું પદ્ય આમ કુલ ત્રણ પદ્ય નથી.
પ્રથમ અધિકારના ચોથા પઘમાં દસે અધિકારોનાં નામ આપ્યાં છે. તે નામો નીચે મુજબ છે : ૧. સાધકનું લક્ષણ, ૨. સકલીકરણની ક્રિયા,
Jain Education International
૩૧૧
૧.
આ કૃતિ બંધુસેનના વિવરણ તથા ગુજરાતી અનુવાદ, ૪૪ યંત્ર, ૩૧ પરિશિષ્ટ અને આઠ ત્રિરંગી ચિત્રો સાથે સારાભાઈ નવાબે સન્ ૧૯૩૭માં પ્રકાશિત કરી છે. આ ઉપરાંત પં. ચંદ્રશેખર શાસ્રીકૃત હિન્દી ભાષાટીકા, ૪૬ યંત્ર અને પદ્માવતીવિષયક કેટલીય રચનાઓ સાથે આ કૃતિ શ્રી મૂલચંદ કિસનદાસ કાપડિયાએ વીરસંવત્ ૨૪૭૯માં પ્રકાશિત કરી છે.
૨. આને ત્રિષષ્ટિમહાપુરાણ કે ત્રિષષ્ટિશલાકાપુરાણ પણ કહે છે. તેનો રચનાકાળ વિ.સં.૧૧૯૪ છે.
3. દસમા અધિકારના પમા પદ્યમાં પ્રસ્તુત કૃતિ ૪૦૦ શ્લોકની હોવાની તથા સરસ્વતીએ કર્તાને વરદાન આપ્યું હોવાની વાતનો ઉલ્લેખ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org