________________
૩૦૮
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ પ્રદેશવિવરણ – આને સૂરિવિદ્યાકલ્પ પણ કહે છે. તેની રચના જિનપ્રભસૂરિએ કરી છે. એવું લાગે છે કે આને જ સૂરિમ7બૃહત્કલ્પવિવરણના નામે પ્રકાશિત કરવામાં આવેલ છે. સૂરિમકલ્પ
આની રચના જિનપ્રભસૂરિએ કરી છે એવું તેમણે પોતે જ વિધિમાર્ગપ્રપા (પૃ.૬૭)માં લખ્યું છે. સૂરિમન્નબૃહત્કલ્પવિવરણ
આ જિનપ્રભસૂરિની રચના છે. તેમાં સૂરિમંત્રના અક્ષરોનો ફલાદેશ ક્યારેક ગદ્યમાં તો ક્યારેક પદ્યમાં દર્શાવ્યો છે. પ્રારંભમાં “અન્ને નમસ્કાર કરીને સૂરિમંત્રના કલ્પના તથા આપ્તના ઉપદેશના આધારે સંપ્રદાયનો અંશ બતાવવાની પ્રતિજ્ઞા કરવામાં આવી છે. ત્યાર પછી વિદ્યાપીઠ, વિદ્યા, ઉપવિદ્યા, મંત્રપીઠ અને મંત્રરાજ આ પાંચ પ્રસ્થાનોનો ઉલ્લેખ કરી પાંચ પ્રસ્થાનોનાં નાન્દીપદોની સંખ્યા દર્શાવી છે. જિનપ્રભસૂરિએ પોતાને સોળ નાન્દીપદ અભિપ્રેત છે એમ કહીને તેમનો ઉલ્લેખ કર્યો છે. તેમાં વિવિધ રોગોને દૂર કરવાની વિધિ બતાવવામાં આવી છે. વર્ધમાનવિદ્યાકલ્પોદ્ધાર
આનો ઉદ્ધાર વાચક ચન્દ્રસેને કર્યો છે. તેના પ્રારંભમાં ઉપાધ્યાય, વાચનાચાર્ય, મહત્તરા અને પ્રવર્તિનીના નિત્યકૃત દર્શાવ્યાં છે. ત્યાર પછી
૧. આ કૃતિ ડાહ્યાભાઈ મહોકમલાલે અમદાવાદથી સન્ ૧૯૩૪માં પ્રકાશિત કરી છે. તેનું સંશોધન
મુનિ (હવે સૂરિ) શ્રી પ્રીતિવિજયજીએ કર્યું છે. તેમાં કોઈ કોઈ પંક્તિ ગુજરાતીમાં દેખાય છે. સંભવતઃ તે સંશોધકે જોડી દીધી હશે. ક્યાંક ક્યાંક જૈન મહારાષ્ટ્રીમાં લખેલું જણાય છે. શલ્યોદ્ધાર
તથા નિધિનિર્ણયના સંબંધમાં કેટલાંય કોઇકો આપવામાં આવ્યાં છે. અન્ને સૂરિપત્રછે. ૨. આ કૃતિ જિનપ્રભસૂરિકૃત બૃહત્ કારકલ્પવિવરણની સાથે “સૂરિમંત્રમંત્રસાહિત્યાદિગ્રન્થાવલિ'
પુષ્પ ૮-૯માં શ્રી ડાહ્યાભાઈ મહોકમલાલે અમદાવાદથી પ્રકાશિત કરી છે. તેમાં પ્રકાશનવર્ષ આપ્યું નથી. તેમાં જિનપ્રભસૂરિકૃત “વદ્ધમાણવિજાથવણ' પણ છપાયું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org