________________
૨૯૪
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ કુકુન્દ્રાચાર્ય છે, તો બીજા પ્રકારની કૃતિઓના પ્રણેતા પૂજયપાદ છે એમ પ્રભાચ સિદ્ધભક્તિ (ગાથા ૧૨)ની ક્રિયાકલાપ નામની ટીકામાં કહ્યું છે, પરંતુ બંને પ્રકારની કૃતિઓ કેટલી કેટલી છે તેનો ઉલ્લેખ તેમણે કર્યો નથી.
૧. સિદ્ધભત્તિ (સિદ્ધભક્તિ) – આમાં બાર પદ્ય છે એવું પ્રભાચન્દ્રની ટીકા જોતાં લાગે છે. આ ભક્તિમાં ક્યાં-ક્યાંથી અને કઈ-કઈ રીતે જીવ સિદ્ધ થયા છે એ જણાવીને તેમને વંદન કરવામાં આવ્યાં છે. તેમાં સિદ્ધોનાં સુખ અને અવગાહના વિશે ઉલ્લેખ છે. અંતે આલોચના આવે છે.
૨. સુદભત્તિ (શ્રુતભક્તિ) – આમાં બાર અંગોનાં નામ આપીને દૃષ્ટિવાદના ભેદો અને પ્રભેદોના વિશે નિર્દેશ કરવામાં આવ્યો છે.
૩. ચારિત્તભત્તિ (ચારિત્રભક્તિ) – આમાં દસ પદ્ય છે. તેમાં ચારિત્રના સામાયિક વગેરે પાંચ પ્રકાર તથા સાધુઓના મૂલ ગુણો અને ઉત્તર ગુણોનો નિર્દેશ કરવામાં આવ્યો છે.
૪. અણગારભત્તિ (અનગારભક્તિ) – ૨૩ પઘોની આ કૃતિને “યોગભક્તિ” પણ કહે છે. તેમાં સાચા શ્રમણનું સ્વરૂપ જણાવ્યું છે અને તેમના સગુણોને બેત્રણથી લઈને ચૌદ સુધીના સમૂહ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યા છે. તેમની તપશ્ચર્યાનો અને ભિન્ન ભિન્ન પ્રકારની લબ્ધિઓનો અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ કૃતિમાં ગુણધારી અનગારોનું સંકીર્તન છે.
૫. આયરિયભત્તિ (આચાર્યભક્તિ) – આમાં દસ પદ્ય છે. તેમાં આદર્શ આચાર્યનું સ્વરૂપ દર્શાવ્યું છે. તેમને ક્ષમામાં પૃથ્વી સમાન, પ્રસન્ન ભાવમાં સ્વચ્છ જલ જેવા, કર્મરૂપ બંધનને સળગાવી દેવામાં અગ્નિ તુલ્ય, વાયુ જેવા નિઃસંગ, આકાશ જેવા નિર્લેપ અને સાગરસમ અક્ષોભ્ય કહ્યા છે.
૬. પંચગુરભત્તિ (પંચગુરુભક્તિ) – સાત પદ્યોની આ કૃતિને પંચપરમેટ્રિભત્તિ' પણ કહે છે. તેમાં અરિહંત વગેરે પાંચ પરમેષ્ઠિઓનું સ્વરૂપ દર્શાવી તેમને નમસ્કાર કરવામાં આવ્યા છે. તેમાં પહેલાં છ પદ્ય સ્રગ્વિણી છન્દમાં છે અને અંતિમ પદ્ય આર્યામાં છે.
૭. તિસ્થયરભત્તિ (તીર્થંકરભક્તિ) . – આમાં આઠ પદ્ય છે. તેમાં
૧. દશભજ્યાદિસંગ્રહ પૃ.૧૨-૧૩માં આ ભક્તિ આવે છે, પરંતુ ત્યાં તેનો “ભત્તિ રૂપે નિર્દેશ
નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org