________________
છઠ્ઠું પ્રકરણ
વિધિ-વિધાન, કલ્પ, મંત્ર, તંત્ર, પર્વ અને તીર્થ
પૂજાપ્રકરણ
આને પૂજાવિધિપ્રકરણ' પણ કહે છે. તેના કર્તા વાચક ઉમાસ્વાતિ છે એમ કેટલાક માને છે. ૧૯ શ્લોકની આ કૃતિ મુખ્યપણે અનુષ્ટુપ્ છંદમાં છે. તેમાં ગૃહચૈત્ય (ગૃહમન્દિર) કેવી જમીનમાં બનાવવું જોઈએ, દેવની પૂજા કરનારે કઈ દિશા યા વિદિશાથી પૂજા કરવી જોઈએ, પુષ્પપૂજા માટે કયાં અને કેવાં પુષ્પોનો ઉપયોગ કરવો જોઈએ, વસ્ત્ર કેવાં હોવા જોઈએ વગેરે બાબતોનો વિચાર કરવામાં આવ્યો છે. તે ઉપરાંત નવ અંગની પૂજા, અષ્ટપ્રકારી પૂજા તથા એકવીસ પ્રકારની પૂજા ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે. દશભક્તિ
‘ભક્તિ’ નામથી પ્રસિદ્ધ કૃતિઓ બે પ્રકારની મળે છે ઃ ૧. જૈન શૌરસેનીમાં રચાયેલી અને ૨. સંસ્કૃતમાં રચાયેલી. પ્રથમ પ્રકારની કૃતિઓના પ્રણેતા
૧. બંગાળની ‘રૉયલ એશિયાટિક સોસાયટી' દ્વારા વિ.સં.૧૯૫૯માં પ્રકાશિત સભાષ્ય તત્ત્વાર્થધિગમસૂત્રના બીજા પરિશિષ્ટરૂપે આ કૃતિ છપાઈ છે. તેમાં જે પાઠાન્તર આપવામાં આવ્યાં છે તેમાં પંદરમા શ્લોકના સ્થાને સંપૂર્ણ પાઠાન્તર છે. તેનો શ્રી કુંવરજી આણંદજીકૃત ગુજરાતી અનુવાદ ‘શ્રી જમ્બુદ્રીપસમાસ ભાષાન્તર પૂજાપ્રકરણ ભાષાન્તરસહિત' નામથી જૈનધર્મ પ્રસારક સભા, ભાવનગરે વિ.સં.૧૯૯૫માં પ્રકાશિત કર્યો છે.
૨.
આ પ્રકારની ભત્તિ (ભક્તિ) પ્રભાચન્દ્રની ક્રિયાકલાપ નામની સંસ્કૃત ટીકા તથા પં. જિનદાસના મરાઠી અનુવાદ સાથે સોલાપુરથી સન્ ૧૯૨૧માં પ્રકાશિત થઈ છે. ઉપર્યુક્ત બંને પ્રકારની ભક્તિ ‘દશભક્ત્યાદિસંગ્રહ'માં સંસ્કૃત અન્વય અને હિન્દી અન્વય તથા ભાવાર્થની સાથે ‘અખિલ વિશ્વ જૈન મિશન’ સંસ્થાએ સલાલ (સાબરકાંઠા)થી વીર સંવત્ ૨૪૮૧માં પ્રકાશિત કરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org