________________
૨૯૦
કર્મસાહિત્ય અને આમિક પ્રકરણ આભડ શ્રેષ્ઠી. શેઠની પુત્રી, બે મિત્ર, હલાક શ્રેષ્ઠી, વિશ્વ મારું (વિજયપાલ), મહણસિંહ, ધનેશ્વર, દેવ અને યશ શ્રેષ્ઠી, સોમનૃપ, રંક શ્રેષ્ઠી, વૃદ્ધા, મંથર કોયરી, ધન્ય શ્રેષ્ઠી, ધનેશ્વર શ્રેષ્ઠી, ધર્મદાસ, દ્રમક મુનિ, દંડવીર્ય નૃપ, લક્ષ્મણા સાધ્વી અને ઉદાયન નૃપતિ. વિષયનિગ્રહકુલક
આ અજ્ઞાતકર્તક કૃતિ છે. તેમાં ઈન્દ્રિયોને સંયમમાં રાખવાનો ઉપદેશ છે. ટીકા – તેના ઉપર વિ.સં.૧૩૩૭માં ભાલચન્દ્ર ૧૦,૦૦૮ શ્લોકપ્રમાણ એક વૃત્તિ લખી છે. પ્રત્યાખ્યાનસિદ્ધિ
આ અજ્ઞાતકર્તક કૃતિ છે.
ટીકાઓ – તેના ઉપર ૭૦૦ શ્લોકપ્રમાણ એક વિવરણ સોમસુન્દરસૂરિના શિષ્ય જયચન્દ્ર લખ્યું છે. જિનપ્રભસૂરિએ પણ એક વિવરણ લખ્યું છે. ઉપરાંત તેના પર કોઈએ ૧૫૦૦ શ્લોકપ્રમાણ ટીકા પણ લખી છે. આચારપ્રદીપ
૪૦૬૫ શ્લોકપ્રમાણ આ કૃતિ મુનિસુંદરસૂરિના શિષ્ય રત્નશેખરસૂરિએ વિ.સં.૧૫૧૬માં રચી છે. તેમનો જન્મ વિ.સં.૧૪૫૭ યા ૧૪૫૨માં થયો હતો. તેમણે દીક્ષા વિ.સં.૧૪૬૩માં ગ્રહણ કરી અને પંડિત પદ ૧૪૮૩માં, વાચક પદ ૧૪૯૩માં અને સૂરિ પદ ૧૫૦૨માં પ્રાપ્ત કર્યું હતું. તેમનો સ્વર્ગવાસ વિ.સં.૧૫૧૭માં થયો હતો. સાધુરત્નસૂરિ તેમના પ્રતિબોધક ગુરુ હતા તથા ભુવનસુન્દરસૂરિ તેમના વિદ્યાગુરુ હતા.
રત્નશેખરસૂરિએ વિ.સં. ૧૪૯૬માં અર્થદીપિકા અર્થાત્ શ્રાદ્ધપ્રતિક્રમણવૃત્તિ અને વિ. સં. ૧૫૦૬માં સઢવિહિ (શ્રાદ્ધવિધિ) અને તેની વૃત્તિ લખી છે.
૧. આ ગ્રન્થ દેવચંદ લાલભાઈ પુસ્તકોદ્ધાર સંસ્થાએ સન્ ૧૯૨૭માં પ્રકાશિત કર્યો છે. તેમાં
આનન્દસાગરસૂરિનો સંસ્કૃત ઉપોદઘાત છે અને અવતરણોનો અનુક્રમ પણ આપ્યો છે. તેનો પ્રથમ પ્રકાશ, પ્રાકૃત વિભાગની સંસ્કૃત છાયા અને ગુજરાતી અનુવાદ ખેડાની જૈનોદય સભાએ વિ.સં.૧૯૫૮માં છપાવ્યાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org