________________
અનગાર અને સાગારનો આચાર
૨૮૯ છે. તેની ગાથા રથી ૭માં શ્રાવકના અઠ્ઠાવીસ કર્તવ્યો ગણાવ્યાં છે, જેવાં કે – ૧. “નવકાર' ગણીને શ્રાવકે જાગવું, ૨. હું શ્રાવક છું એ વાત યાદ રાખવી, ૩. અણુવ્રત વગેરે કેટલાં વ્રત લીધાં છે તેનો વિચાર કરવો, ૪. મોક્ષનાં સાધનોનો વિચાર કરવો. ત્યાર પછી ઉપર્યુક્ત ૨૮ કર્તવ્યોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. - બાલાવબોધ – તેના ઉપર રામચન્દ્રગણીના શિષ્ય આનન્દવલ્લભ વિ.સં.૧૮૮૨માં એક બાલાવબોધ લખ્યો છે. સઢવિહિ (શ્રાદ્ધવિધિ)
જૈન મહારાષ્ટ્રમાં વિરચિત ૧૭ પદ્યોની આ કૃતિના કર્તા સોમસુન્દરસૂરિના શિષ્ય રત્નશેખરસૂરિ છે. તેમાં દિવસ, રાત, પર્વ, ચાતુર્માસ, સંવત્સર અને જન્મ આ છ બાબતો વિશે શ્રાવકોનાં કૃત્યોની રૂપરેખા આપવામાં આવી છે.
ટીકાઓ – તેના ઉપર “વિધિકૌમુદી' નામની સ્વપજ્ઞ વૃત્તિ વિ.સં.૧૫૦૬માં લખવામાં આવી છે. તે વિવિધ કથાઓથી વિભૂષિત છે. તેના પ્રારંભમાં ૯૦૦ શ્લોકોની સંસ્કૃત કથા ભદ્રતા વગેરે ગુણો સમજાવવા આપવામાં આવી છે. આગળ થાવસ્યા (સ્થાપત્યા)પુત્રની અને રત્નસારની કથાઓ આવે છે. -
આ વૃત્તિમાં શ્રાવકના એકવીસ ગુણ તથા મૂર્ખના સો લક્ષણો વગેરે વિવિધ વાતો આવે છે. વ્યવહારશાસ્ત્ર અનુસાર ભોજનની વિધિ પચીસ સંસ્કૃત શ્લોકોમાં આપવામાં આવી છે અને તે પછી આગમ વગેરેમાંથી અવતરણો આપવામાં આવ્યાં છે. આ વિધિકૌમુદીમાં નીચે જણાવેલ વ્યક્તિઓ વગેરેનાં દષ્ટાન્તો (કથાનકો આવે છે.
ગામનો કુલપુત્ર, સુરસુન્દરકુમારની પાંચ પત્નીઓ, શિવકુમાર, વડની સમડી (રાજકુમારી), અંબડ પરિવ્રાજકના સાત સો શિષ્યો, દશાર્ણભદ્ર, ચિત્રકાર, કુન્તલા રાણી, ધર્મદત્ત નૃપ, સાંઢણી, પ્રદેશ રાજા, જીર્ણ શ્રેષ્ઠી, ભાવડ શ્રેષ્ઠી,
૧. આ કૃતિ સ્વપજ્ઞ વૃત્તિ સાથે જૈન આત્માનન્દ સભાએ વિ.સં.૧૯૭૪માં પ્રકાશિત કરી છે. મૂલ
અને વિધિકૌમુદી ટીકાના ગુજરાતી અનુવાદ સાથે આ કૃતિ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર સંસ્થાએ સન્ ૧૯૫રમાં છાપી છે. આ ગુજરાતી અનુવાદવિક્રમવિજયજી અને ભાસ્કરવિજયજીએ કર્યો છે. તેની પ્રસ્તાવના (પૃ.૩) દ્વારા જાણીએ છીએ કે બીજા ત્રણ ગુજરાતી અનુવાદો પણ પ્રકાશિત થયા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org