________________
૨૮ ૨
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ ટીકા – તેના ઉપર દેવચન્દ્ર વિ.સં.૧૧૬૦માં ૧૩,૦૦૦ શ્લોકપ્રમાણ એક ટીકા લખી છે. તે કર્તાના પ્રશિષ્ય હતા. તેમણે શાન્તિનાથચરિત્ર લખ્યું છે. આરાણા (આરાધના)
આને ભગવઈ આરાણા (ભગવતી આરાધના) તથા મૂલારાણા (મૂલારાધના)' પણ કહે છે. તેમાં ૨૧૬૬ પદ્ય જૈન શૌરસેનીમાં છે. તે આઠ પરિચ્છેદોમાં વિભક્ત છે. તેમાં સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ આ ચાર આરાધનાઓનું નિરૂપણ છે. આ ગ્રન્થ મુખ્યપણે મુનિધર્મનું પ્રતિપાદન કરે છે અને સમાધિમરણનું સ્વરૂપ સમજાવે છે. વિસ્તારથી કહીએ તો પ્રસ્તુત કૃતિમાં નીચે જણાવેલી બાબતોનું આલેખન થયું છે :
સમ્યક્તનો મહિમા, તપનું સ્વરૂપ, મરણના સત્તર પ્રકારોનો ઉલ્લેખ, તેમાંથી પંડિતપંડિત મરણ, પંડિત મરણ, બાલપંડિત મરણ, બાલ મરણ અને બાલબાલ મરણ – આ પાંચનાં નામ અને તેમના સ્વામીઓનો ઉલ્લેખ, સૂત્રકારના ચાર પ્રકાર, સમ્યક્તના આઠ અતિચાર, સમ્યક્તની આરાધનાનું ફળ, સ્વામી વગેરે, આરાધનાનું સ્વરૂપ, મિથ્યાત્વના વિષયમાં વિચારણા, પંડિત મરણનું નિરૂપણ, ભકતપરિણામરણના પ્રકાર તથા સવિચારભક્તપ્રત્યાખ્યાન.
સવિચારભક્તપ્રત્યાખ્યાનનું નિરૂપણ નીચે જણાવેલ ચાલીસ અધિકારોમાં કરવામાં આવેલ છે :
૧. તીર્થંકર, ૨. લિંગ, ૩. શિક્ષા, ૪. વિનય, ૫. સમાધિ, ૬. અનિયત વિહાર, ૭. પરિણામ, ૮. ઉપાધિત્યાગ, ૯. દ્રવ્યશ્રિતિ અને ભાવશ્રિતિ, ૧૦. ભાવના, ૧૧. સંલેખના, ૧૨. દિશા, ૧૩. ક્ષમણ, ૧૪. અનુવિશિષ્ટ શિક્ષા, ૧૫. પરગણચર્યા, ૧૬. માર્ગણા, ૧૭. સુસ્થિત, ૧૮. ઉપસમ્પદા, ૧૯. પરીક્ષા, ૨૦. પ્રતિલેખન, ૨૧. આપૃચ્છા, ૨૨. પ્રતિચ્છન્ન, ૨૩. આલોચના,
૧. આ ગ્રન્થ સદાસુખની હિન્દી ટીકા સાથે શક સંવત્ ૧૮૩૧માં કોલ્હાપુરથી પ્રકાશિત થયો છે. તે
પછી મૂલ ગ્રન્થની સદાસુખકાશલીવાલકૃત હિન્દીવચનિકા સહિત બીજી આવૃત્તિ અનન્તવીર્ય દિગંબર જૈન ગ્રન્થમાલા'માં પં. નાથુરામજી પ્રેમીની વિસ્તૃત ભૂમિકા સાથે વિ.સં.૧૯૮૯માં પ્રકાશિત થઈ છે. તેમાં ૨૧૬૬ ગાથાઓ છે. તેમાં કેટલાંય અવતરણોનો પણ સમાવેશ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org