________________
અનગાર અને સાગારનો આચાર
૨૮૧ પઘોની આ કૃતિ છે. પ્રથમ ગાથામાં ગુરુવંદનના ત્રણ પ્રકાર – ફિટ્ટા (સ્ફટિકા), છોભ (સ્તોભ) અને બારસાવર્ત (દ્વાદશાવત) જણાવ્યા છે. પછી વંદનનો હેતુ, વંદનનાં પાંચ નામ તથા વંદનના બાવીસ દ્વાર – આમ વિવિધ વિષયોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. બાવીસ દ્વારા નીચે પ્રમાણે છે.
૧. વંદનના પાંચ નામ, ૨. વંદનવિષયક પાંચ ઉદાહરણ, ૩. પાર્શ્વસ્થ વગેરે અવંદનીય, ૪. આચાર્ય વગેરે વંદનીય, ૫-૬. વંદનના ચાર અદાતા અને ચાર દાતા, ૭. નિષેધના તેર સ્થાનક, ૮. અનિષેધના ચાર સ્થાનક, ૯. વંદનનાં કારણ, ૧૦. આવશ્યક, ૧૧. મુખવાસ્ત્રિકાનું પ્રતિલેખન, ૧૨. શરીરનું પ્રતિલેખન, ૧૩. વંદનના બત્રીસ દોષ, ૧૪. વંદનના ચાર ગુણ, ૧૫. ગુરુની સ્થાપના, ૧૬. અવગ્રહ, ૧૭-૧૮. ‘વંદણય સુત્ત'ના અક્ષરો અને પદોની સંખ્યા, ૧૯. સ્થાનક, ર૦. વંદનમાં ગુરુવચન, ૨૧. ગુરુની તેત્રીસ આશાતના અને ૨૨. વંદનની વિધિ. પચ્ચખ્ખાણભાસ (પ્રત્યાખ્યાનભાષ્ય)
આ ચેઈયવંદણભાસ વગેરેના કર્તા દેવેન્દ્રસૂરિની જૈન મહારાષ્ટ્રીમાં રચાયેલી ૪૮ ગાથાઓની કૃતિ છે. છે. તેમાં પ્રત્યાખ્યાનના દસ પ્રકાર, પ્રત્યાખ્યાનની ચાર વિધિ, ચતુર્વિધ આહાર, બાવીસ આકાર, અદ્વિરુક્ત, દસ વિકૃતિ, ત્રીસ વિકૃતિગત (છ મૂલ વિકૃતિના ત્રીસ નિર્વિકૃતિક), પ્રત્યાખ્યાનના મૂલ ગુણ અને ઉત્તર ગુણ એવા બે પ્રકાર, પ્રત્યાખ્યાનની છ શુદ્ધિ અને પ્રત્યાખ્યાનનું ફળ – આમ નવ દ્વારોનું સવિસ્તર નિરૂપણ છે. મૂલગુદ્ધિ (મૂલશુદ્ધિ)
આને સિદ્ધાન્તસાર તથા સ્થાનકસૂત્ર પણ કહે છે. જૈન મહારાષ્ટ્રનાં ૨પર પદ્યોમાં રચાયેલી આ કૃતિના કર્તા પ્રદ્યુમ્નસૂરિ છે. તેની એક હસ્તલિખિત પ્રતિ વિ.સં.૧૧૮૬ની મળી છે. તેમાં સમ્યત્વગુણના વિષયમાં વિવરણ છે.
૧. ચેઈયવંદણભાસ તથા ગુરુવંદણભાસની સાથે પ્રસ્તુત કૃતિ “ચૈત્યવંદનાદિભાષ્યત્રયમાં ગુજરાતી
અનુવાદ સાથે સન્ ૧૯૦૬માં છપાઈ છે. પ્રકાશક છેઃ યશોવિજય જૈન સંસ્કૃત પાઠશાલા. ૨. વંદન, ચિતિકર્મ, કૃતિકર્મ, પૂજાકર્મ અને વિનયકર્મ. ૩. કોઈએ આનો ગુજરાતી અનુવાદ કર્યો છે અને તે પ્રકાશિત પણ થયો છે. ૪. (પ્રાકૃત ટેસ્ટ સોસાયટીએ (અમદાવાદ) મૂલશુદ્ધિપ્રકરણ નામથી આ કૃતિ ટીકા સાથે પ્રકાશિત
કરી છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org