________________
અનગાર અને સાગારનો આચાર
૨૬૯ યશોવિજયજીએ તેને “પંચસૂત્રી’ કહી છે. તેના ઉપર મુનિચન્દ્રસૂરિ તથા કોઈ અજ્ઞાત લેખકે એક એક અવચૂરિ લખી છે.' મૂલાયાર (મૂલાચાર)
તેને “આચારાંગ' પણ કહે છે. તેના કર્તા વટ્ટકેરે તેને બાર અધ્યાયોમાં વિભક્ત કરેલ છે. તેમાં સામાયિક વગેરે છ આવશ્યકોનું નિરૂપણ છે.
આ એક સંગ્રહાત્મક કૃતિ છે. શ્રી પરમાનન્દ શાસ્ત્રીના મતે તેના કર્તા કુન્દકુન્દ્રાચાર્યથી ભિન્ન છે. તેના કર્તા વટ્ટકેરે કુન્દ્રકુન્દ્રાચાર્યના ગ્રંથોમાંથી, આવશ્યક નિર્યુક્તિમાંથી, સન્મતિપ્રકરણમાંથી તથા શિવાર્યકૃત આરાધનામાંથી ગાથાઓ ઉદ્ભૂત કરી છે.
ટીકાઓ – આના ઉપર ૧૨,૫૦૦ શ્લોકપ્રમાણની ‘સર્વાર્થસિદ્ધિ' નામની ટીકા વસુનન્દીએ લખી છે અને તે પ્રકાશિત પણ થઈ ગઈ છે. આ મૂલાચાર ઉપર મેઘચન્દ્ર પણ ટીકા લખી છે. ૧. પંચનિયંઠી (પંચનિર્ચન્દી)
આને હરિભદ્રસૂરિની રચના માનવામાં આવે છે, તે આજ સુધી અપ્રાપ્ય છે. નામ ઉપરથી જણાય છે કે તેમાં પુલાક, બકુશ, કુશીલ, નિર્ગથ અને સ્નાતક આ પાંચ પ્રકારના નિગ્રંથોનું નિરૂપણ હશે. ૨. પંચનિયંઠી (પંચનિર્ઝન્થી).
આ કૃતિ નવાંગીવૃત્તિકાર અભયદેવસૂરિએ જૈન મહારાષ્ટ્રીમાં ૧૦૭ પદ્યોમાં રચી છે. તેને “પંચનિર્ગન્ધીવિચારસંગ્રહણી પણ કહે છે. “વિયાહપષ્ણત્તિ'
૧. પ્રસ્તુત કૃતિનો ગુજરાતી અનુવાદ થયો છે અને તે છપાયો પણ છે. હારિભદ્રીય ટીકાના આધારે
મૂલ કૃતિનું ગુજરાતી વિવેચન મુનિ શ્રી ભાનુવિજયજીએ કર્યું છે. આ વિવેચન પંચસૂત્ર યાને
ઉચ્ચ પ્રકાશના પંથે' નામથી ‘વિજયદાનસૂરીશ્વર ગ્રન્થમાલા'માં વિ.સં. ૨૦૦૭માં છપાયું છે. ૨. સર્વાર્થસિદ્ધિ ટીકા સાથે આ કૃતિ “માણિકચન્દ્ર દિગમ્બર જૈન ગ્રન્થમાલા'માં છપાઈ છે. ૩. જુઓ અનેકાન્ત, વર્ષ ૨, પૃ. ૩૧૯-૩૨૪ ૪. અજ્ઞાતકર્તુક અવચૂરિ સાથે જૈન આત્માનન્દ સભાએ વિ.સં.૧૯૭૪માં પ્રકાશિત કરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org