________________
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ
ટીકાઓ – ૧૮૦૦ શ્લોકપ્રમાણની એક ટીકા વિ.સં.૧૧૮૫માં હરિભદ્રસૂરિએ લખી છે. તે ઉપરાંત બે અજ્ઞાતકર્તૃક ટીકાઓ પણ છે, તેમાંની એકની હસ્તપ્રતિ ૧૪૯૮ની મળે છે. હારિભદ્રીય ટીકાની પ્રશસ્તિ (શ્લોક ૩)થી જાણવા મળે છે કે તેના પહેલાં પણ બીજી ટીકાઓ લખાઈ હતી અને તે ટીકાઓ મોટી હતી. કોઈએ તેના ઉપર ચૂર્ણિ પણ લખી છે.૧
૨૬૮
પંચસુત્તય (પંચસૂત્રક)
અજ્ઞાતકર્તૃક આ કૃતિ પાંચ સૂત્રોમાં વિભક્ત છે. તેના વિષયો અનુક્રમે આ પ્રમાણે છે :
૧. પાપનો પ્રતિઘાત અને ગુણના બીજનું આધાન, ૨. શ્રમણધર્મની પરિભાવના, ૩. પ્રવ્રજ્યા લેવાની વિધિ, ૪. પ્રવ્રજ્યાનું પાલન, ૫. પ્રવ્રજયાનું ફળ મોક્ષ.
પ્રથમ સૂત્રમાં અરિહંત વગેરે ચાર શરણોનો સ્વીકાર અને સુકૃતની અનુમોદનાને સ્થાન આપ્યું છે. બીજા સૂત્રમાં અધર્મમિત્રોનો ત્યાગ, કલ્યાણમિત્રોનો સ્વીકાર તથા લોકવિરુદ્ધ આચરણોનો પરિહાર, વગેરે વાતો કહેવામાં આવી છે. ત્રીજા સૂત્રમાં દીક્ષા માટે માતાપિતાની અનુજ્ઞા કેવી રીતે પ્રાપ્ત કરવી જોઈએ તે જણાવ્યું છે અને ચોથા સૂત્રમાં આઠ પ્રવચનમાતાનું પાલન, ભાવચિકિત્સા માટે પ્રયાસ તથા લોકસંજ્ઞાનો ત્યાગ આ બાબતોનું નિરૂપણ છે. પાંચમા
સૂત્રમાં મોક્ષના સ્વરૂપનું વર્ણન આવે છે.
ટીકાઓ રિભદ્રસૂરિએ આના ઉપ૨ ૮૮૦ શ્લોકપ્રમાણની એક ટીકા લખી છે. તેમણે મૂલ કૃતિનું નામ ‘પંચસૂત્રક' લખ્યું છે, જ્યારે ન્યાયાચાર્ય
—
--
૧. પ્રો. રાજકુમાર શાસ્ત્રીએ હિંદીમાં ટીકા લખી છે અને તે મૂલ તથા હારિભદ્રીય ટીકા સાથે ‘રાયચન્દ્ર જૈન શાસ્ત્રમાલા'માં છપાઈ છે. વિશેષ માહિતી માટે જુઓ લેખકની પ્રશમરતિ અને સમ્બન્ધકારિકા, ઉત્થાનિકા, પૃ. ૧૨-૧૫
૨.
આ કૃતિ ગુજરાતી અનુવાદ સાથે જૈન આત્માનન્દ સભાએ વિ.સં.૧૯૭૦માં પ્રકાશિત કરી છે. ડૉ. એ.એન. ઉપાધ્યેએ અંગ્રેજી પ્રસ્તાવના સહિત સન્ ૧૯૩૪માં છપાવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org