________________
યોગ અને અધ્યાત્મ
૨૫૭ તેમણે ગન્ધપુર (ગાન્ધાર) નગરમાં ૨૩૪ શ્લોકોની આ કૃતિ વિ.સં.૧૭૨૩માં રચી છે. તેમાં તેમણે બાર ભાવનાઓ ઉપરાંત મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યથ્ય એ ચાર ભાવનાઓને પણ સ્થાન આપ્યું છે.
ટીકા – ગંભીરવિજયજીએ તથા કોઈ તેરાપંથીએ પણ પ્રસ્તુત કૃતિ ઉપર એક એક સંસ્કૃત ટીકા લખી છે.
અનુવાદ અને વિવેચન – મૂલનાં અનુવાદ અને વિવેચન લખાયાં છે અને છપાયાં પણ છે. ૧. સમાધિતસ્ત્ર
જિનરત્નકોશમાં (વિ.૧, પૃ. ૪૨૧) આ ગ્રન્થ કુન્દકુન્દ્રાચાર્યે લખ્યો છે એવો ઉલ્લેખ છે. તેના ઉપર બે ટીકાઓ લખાઈ છે : ૧. પર્વતધર્મરચિત અને ૨. નાથુલાલકૃત. આ બંને ટીકાઓ તથા મૂલ અપ્રકાશિત જણાય છે. તેથી આ કૃતિ વિશે કેવળ એટલું જ કહી શકાય કે તેમાં સમાધિનું નિરૂપણ હોવું જોઈએ. ૨. સમાધિતત્ર કે સમાધિશતક
આ દિગંબરાચાર્ય પૂજયપાદની ૧૦૫ પઘોની રચના છે. તેનું “સમાધિશતક' નામ ૧૦પમા પદ્યમાં આવે છે. ડૉ. પી.એલ.વૈદ્યના મતે આ પદ્ય તથા પદ્યનંબર ૨, ૩, ૧૦૩ અને ૧૦૪ પ્રક્ષિપ્ત છે. આ કૃતિમાં આત્માના બહિરાત્મા, અત્તરાત્મા અને પરમાત્મા આ ત્રણ ભેદો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.
૧. આ કૃતિ “સનાતન જૈન ગ્રંથમાલા'માં સન્ ૧૯૦૫માં પ્રકાશિત થઈ છે. ફતેહચંદ દેહલીએ આ જ
કૃતિ દિલ્હીથી અન્વયાર્થ અને હિંદી ભાવાર્થ સાથે વિ.સં. ૧૯૭૮માં છપાવી છે. તે પહેલાં અંગ્રેજી અનુવાદ સાથે એમ.એન. દ્વિવેદીએ અમદાવાદથી સન્ ૧૮૯૫માં આ કૃતિ છપાવી હતી. મરાઠી અનુવાદ સાથે તેની બીજી આવૃત્તિ સોલાપુરના આર.એન. શાહે સન્ ૧૯૪૦માં પ્રકાશિત કરી છે.'
પ્રસ્તુત કૃતિ ઉપર દિગંબરાચાર્ય પ્રભાચન્દ્રકૃત ટીકા છે. તેનો તથા મૂળનો અનુવાદ મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ કર્યો છે. તે એક ગ્રંથના રૂપે “સમાધિશતક' નામથી વડોદરા દેવી કેલવણી ખાતું’ તરફથી સન્ ૧૮૯૧માં પ્રકાશિત થયો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org