________________
૨૪૩
યોગ અને અધ્યાત્મ ૨૮, ૮૧, ૧૬, ૨૪, ૬૧ અને ૫૫ છે. આમ તેમાં કુલ ૧૧૯૯ શ્લોક છે.
પ્રકાશ ૧૨, શ્લોક ૫૫ તથા પ્રકાશ ૧ શ્લોક ૪ની સ્વોપજ્ઞ વૃત્તિ અનુસાર પ્રસ્તુત કૃતિ યોગોપાસનાના અભિલાષી કુમારપાલની વિનંતીનું પરિણામ છે. શાસ્ત્ર, સદ્ગુરુની વાણી અને સ્વાનુભવના આધારે આ યોગશાસ્ત્રની રચના કરવામાં આવી છે. મોહરાજપરાજય (અંક ૫)માં નિર્દિષ્ટ સૂચના અનુસાર મુમુક્ષુઓ માટે આ કૃતિ વજકવચ સમાન છે. વીતરાગસ્તોત્રના વીસ પ્રકાશો સાથે આ કૃતિના બાર પ્રકાશનો પાઠ પરમહંત કુમારપાલ પોતાની દત્તશુદ્ધિ માટે કરતા હતા એવું કહેવાય છે.
વિષય – પ્રકાશ ૧, શ્લોક ૧૫માં કહ્યું છે કે ચાર પુરુષાર્થોમાં શ્રેષ્ઠ મોક્ષનું કારણ જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ “યોગી છે. તેનું નિરૂપણ જ આ યોગશાસ્ત્રનો મુખ્ય વિષય છે. પ્રકાશ ૧, શ્લોક ૧૮-૪૬માં શ્રમણધર્મનું સ્વરૂપ દર્શાવ્યું છે. આ ઉપરાંત આ ગ્રન્થનો અધિકાંશ ભાગ ગૃહસ્થધર્મ સંબંધી છે. તેના ૨૮૨ પદ્યો છે.
પ્રકાશિત કરી હતી. ઈ. વિચ્છિશે (E. Windish) પ્રારંભના ચાર પ્રકાશોનું સંપાદન કર્યું છે, તેમણે જ તેનો જર્મન ભાષામાં અનુવાદ પણ કર્યો છે. આ અનુવાદ સાથે પ્રકાશ ૧૪ Z.D.M.G.(Vol. 28, p. 185ff) માં છપાયા છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયે (પ્રકાશ ૧-૪) ગુજરાતી અનુવાદ તથા દગંતોના સાર સાથે બીજી આવૃત્તિ સન્ ૧૯૪૯માં પ્રકાશિત કરી છે. આની પ્રથમ આવૃત્તિ સન્ ૧૯૪૧માં તેણે છાપી હતી. તેના સંપાદક તથા મૂલના અનુવાદક શ્રી ખુશાલદાસ છે. તેમાં હેમચન્દ્રસૂરિની જીવનરેખા, તેમના પ્રથો, યોગ સંબંધી કેટલીક બીજી જાણકારી, ત્રણ પરિશિષ્ટ, પદ્યાનુક્રમ, વિષયાનુક્રમ, વિશિષ્ટ શબ્દોની સૂચી આમ વિવિધ વિષયોનો સમાવેશ કંરવામાં આવ્યો છે. તેમાં કહ્યું છે કે પ્રકાશ રેનો શ્લોક ૩૯ અન્યયોગવ્યવ- છેદકાત્રિશિકા (શ્લોક ૧૧)ની સ્યાદ્વાદમંજરીમાં આવે છે. તેના બારે પ્રકાશોનો છાયાનુવાદ દસ પ્રકરણોમાં શ્રી ગોપાલદાસ પટેલે કર્યો છે. ઉપોદ્ધાત, વિષયાનુક્રમણિકા, ટિપ્પણ, પારિભાષિક શબ્દ આદિ સૂચીઓ, સુભાષિતાત્મક મૂલ શ્લોક અને તેમના અનુવાદ સાથે આ ગ્રન્થ “પૂંજાભાઈ જૈન ગ્રન્થમાલામાં યોગશાસ્ત્ર નામથી સન્ ૧૯૩૮માં પ્રકાશિત થયો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org