________________
યોગ અને અધ્યાત્મ
૨ ૪૧ કૃતિનું હશે, એમ તેની પ્રસ્તાવનામાં કહ્યું છે. યોગસારની એક હસ્તપ્રતિ વિ.સં.૧૧૯૨માં લખાયેલી મળી છે. તેનો મુખ્ય વિષય પરમપ્રયાસને મળતો
છે.
ટીકાઓ – યોગસાર ઉપર સંસ્કૃતમાં બે ટીકા લખાઈ છે. એકના કર્તા અમરકીર્તિના શિષ્ય ઈન્દ્રનન્દી છે. બીજી ટીકા અજ્ઞાતકર્તક છે.
સમાન નામક કૃતિઓ – “વીતરાગ' અમિતગતિએ “યોગસાર' નામની એક ઔપદેશિક કૃતિ લખી છે. તે નવ વિભાગોમાં વિભક્ત છે. ગુરુદાસે પણ યોગસાર' નામની એક બીજી કૃતિ રચી છે. તે ઉપરાંત “યોગસાર' નામની એક કૃતિ કોઈ વિદ્વાને લખી છે અને તેના ઉપર અજ્ઞાતકર્તક ટીકા પણ છે. આ યોગસાર શું તે તો નથી જેનો પરિચય આગળ દેવામાં આવ્યો છે ? યોગસાર
આ પદ્યાત્મક કૃતિના પહેલા પદ્યમાં કર્તાએ પોતાની કૃતિનું નામ સૂચિત કર્યું છે. તેમણે આખી કૃતિમાં પોતાનો પરિચય તો શું પોતાનું નામ સુદ્ધાં જણાવ્યું નથી. ૧. યશાવસ્થિતદેવસ્વરૂપોપદેશક, ૨. તત્ત્વસારધર્મોપદેશક, ૩. સામ્યોપદેશ, ૪. સત્ત્વોપદેશ અને ૫. ભાવશુદ્ધિજનકોપદેશ આ પાંચ પ્રસ્તાવોમાં આ કૃતિ વિભક્ત છે. આ પાંચે પ્રસ્તાવોની પદ્યસંખ્યા ક્રમશઃ ૪૬, ૩૮, ૩૧, ૪૨ અને ૪૯ છે. આમ આમાં કુલ ૨૦૬ પદ્યો છે અને તે સુગમ સંસ્કૃતમાં અનુરુપ છન્દમાં રચાઈ છે.
ઉપર્યુક્ત પાંચે પ્રસ્તાવોનાં નામ આ કૃતિમાં આવતા વિષયોના દ્યોતક છે. આ કૃતિનો મુખ્ય વિષય અનાદિકાળથી ભવભ્રમણ કરતો જીવ કેવી રીતે પરમ પદ પ્રાપ્ત કરી શકે છે એ દર્શાવવું તે છે. તેના ઉપાયો સ્પષ્ટરૂપે અહીં દર્શાવ્યા છે. આ કૃતિમાં અભય, કાલશૌકરિક, વીર વગેરે નામો આવે છે.
૧. આ કૃતિ “સનાતન જૈન ગ્રન્થાવલી'ના ૧૬મા ગ્રન્થરૂપે સન્ ૧૯૧૮માં પ્રકાશિત થઈ છે. ૨. આ કૃતિ શ્રી હરગોવિંદદાસ ત્રિકમલાલ શેઠના ગુજરાતી અનુવાદ સાથે “જૈન વિવિધ સાહિત્ય
શાસ્ત્રમાલા કાર્યાલય” વારાણસી દ્વારા વિ.સં.૧૯૬૭માં પ્રકાશિત થઈ હતી. આ સંસ્કરણ હવે દુષ્માપ્ય છે, તેથી જૈન સાહિત્ય વિકાસ મંડલ'એ તેને ફરી છપાવ્યું છે. તેમાં પાઠાન્તર, અનુવાદ અને પરિશિષ્ટના રૂપમાં પઘોના પ્રતીકોની સૂચી આપી છે. પ્રાકકથનમાં પ્રત્યેક પ્રસ્તાવમાં આવતા વિષયોનું સંક્ષિપ્ત નિરૂપણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org