________________
૨૩૨
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ
વિશે ‘ચારિસંજીવની' ન્યાય અને કાલાતીતની અનુપલબ્ધ કૃતિમાંથી સાત
અવતરણ.
યોગબિન્દુના ૪૫૯મા શ્લોકમાં ‘સમાધિરાજ' નામના બૌદ્ધ ગ્રંથનો ઉલ્લેખ આવે છે, પરંતુ વૃત્તિકારને તેનું જ્ઞાન ન હોવાથી તેમણે તેનો જુદો જ અર્થ કર્યો છે.
યોગબિન્દુમાં યોગના અધિકારી-અનધિકારીનો નિર્દેશ કરતી વખતે મોહમાં મુગ્ધ, ચરમાવર્તમાં રહેલા સંસારી જીવોને તેમણે ‘ભવાભિનન્દી' કહ્યા છે, જ્યારે ચ૨માવર્તમાં રહેલા શુક્લપાક્ષિક, ભિન્નગ્રન્થિ અને ચારિત્રી જીવોને યોગના અધિકારી માન્યા છે. આ અધિકારની પ્રાપ્તિ પૂર્વસેવાથી થઈ શકે છે એમ કહેતી વખતે પૂર્વસેવાનો અર્થ મર્યાદિત ન કરતાં વિશાળ કર્યો છે. તેમણે તેનાં ચાર અંગો ગણાવ્યાં છે ઃ ૧. ગુરુપ્રતિપત્તિ અર્થાત્ દેવ આદિનું પૂજન, ૨. સદાચાર, ૩. તપશ્ચર્યા અને ૪. મુક્તિના પ્રત્યે અદ્વેષ. ગુરુ એટલે માતા, પિતા, કલાચાર્ય, સગાસંબંધી, વૃદ્ધ અને ધર્મોપદેશક. આમ હિરભદ્રસૂરિએ ‘ગુરુ’નો વિસ્તૃત અર્થ કર્યો છે. આજકાલ પૂર્વસેવાનો જે હ્રાસ થઈ રહ્યો છે
કહેવાય. ‘સમદર્શી આચાર્ય હરિભદ્ર’ (પૃ.૮૦)માં તે શૈવ, પાશુપત યા અવધૂત પરંપરાના હશે એવી કલ્પના કરવામાં આવી છે.
૧. આ બૌદ્ધ ગ્રંથ લલિતવિસ્તરની જેમ મિશ્ર સંસ્કૃતમાં રચાયો છે. તેનો ઉલ્લેખ શ્લોક ૪૫૯માં નૈરાત્મ્યદર્શનથી મુક્તિ માનનારના મંતવ્યની આલોચના કરતી વખતે આવે છે. આ મન્તવ્યનું નિરૂપણ ‘સમાધિરાજ’માં (પરિવર્ત ૭, શ્લોક ૨૮-૨૯) આવે છે. આ ‘સમાધિરાજ’ ગ્રન્થ બે સ્થાનેથી પ્રકાશિત થયો છે : ૧. ગિલ્ગિટ મેન્યુસ્ક્રીપ્ટ્સના બીજા ભાગમાં સન્ ૧૯૪૧માં અને ૨. મિથિલા ઈન્સ્ટીટ્યૂટ, દરભંગા (બિહાર)થી સન્ ૧૯૬૧માં. પ્રથમ પ્રકાશનના સંપાદક ડૉ. નલિનાક્ષ દત્ત છે અને બીજાના ડૉ. પી.એલ.વૈદ્ય છે. ડૉ. વૈદ્ય દ્વારા સંપાદિત સમાધિરાજ બૌદ્ધ સંસ્કૃત ગ્રંથાવલીના દ્વિતીય ગ્રન્થના રૂપે પ્રકાશિત થયો છે.
સમાધિરાજના ત્રણ ચીની અનુવાદ થયા છે. ચોથો અનુવાદ ભોટ (તિબેટન) ભાષામાં થયો છે. આ ચોથા અનુવાદમાં સર્વાધિક પ્રક્ષિપ્તાંશ છે એવું મનાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org