________________
૨૩૧
યોગ અને અધ્યાત્મ ઉપર પ્રકાશ નાખે છે. તેમાં વિવિધ વિષયોનું નિરૂપણ આવે છે, જેમકે યોગનો પ્રભાવ, યોગની ભૂમિકારૂપ પૂર્વસેવા, વિષ, ગર, અનુષ્ઠાન, તદ્ધતુ અને અમૃત એ પાંચ પ્રકારના અનુષ્ઠાન, સમ્યક્તની પ્રાપ્તિમાં સાધનભૂત યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણનું વિવેચન, વિરતિ, મોક્ષ, આત્માનું સ્વરૂપ, કાર્યની સિદ્ધિમાં સ્વભાવ, કાલ, આદિ પાંચ કારણોનું બલાબલ, મહેશ્વરવાદી અને પુરુષાતવાદીના મતોનું નિરસન, અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષેપ આ પાંચ આધ્યાત્મિક વિકાસની ભૂમિકાઓમાંથી પ્રથમ ચારનો પતંજલિના કથનાનુસાર સન્મજ્ઞાતના રૂપમાં અને અંતિમનો અસંપ્રજ્ઞાતના રૂપમાં નિર્દેશ, ગોપેન્દ્ર અને કાલાતીતનાં મન્તવ્યો તથા સર્વદેવનમસ્કારની ઉદારવૃત્તિના
સંપાદન ડૉ. એલ. સુઆલીએ (L.suali) કર્યું છે. તે પછી આ જ કૃતિ “જૈન ગ્રન્થ પ્રસારક સભાએ સન્ ૧૯૪૦માં પ્રકાશિત કરી છે. કેવળ મૂલ કૃતિ ગુજરાતી અર્થ (અનુવાદ) અને વિવેચન સાથે “બુદ્ધિસાગર જૈન જ્ઞાનમંદિરએ “સુખસાગરજી ગ્રંથમાળા'ના ત્રીજા પ્રકાશન રૂપે સન્ ૧૯૫૦માં પ્રકાશિત કરી છે. આજકાલ આ મૂલ કૃતિ અંગ્રેજી અનુવાદ આદિ સાથે લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ તરફથી છપાઈ છે.
૧. વૈયાકરણ વિનયવિજયગણીએ ‘શ્રીપાલરાજાનો રાસ' શરૂ કર્યો હતો, પરંતુ વિ.સં.૧૭૩૮માં
તેમનું અવસાન થતાં તે અપૂર્ણ રહ્યો હતો. ન્યાયાચાર્ય શ્રી યશોવિજયજીએ તૃતીય ખંડની પાંચમી ઢાળ અથવા તેના અમુક અંશથી આગળનો ભાગ પૂરો કર્યો. તેમણે ચોથા ખંડની સાતમી ઢાળના ર૯મા પદ્યમાં આ વિષ વગેરે પાંચ અનુષ્ઠાનોનો ઉલ્લેખ કરીને પદ્ય ૩૦૩૩માં તેમનું વિવેચન કર્યું છે. આ ઉપરાંત ૨૬મા પદ્યમાં પણ અનુષ્ઠાનથી સમ્બદ્ધ પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગનો તેમણે નિર્દેશ કર્યો છે.
૨. શ્રી હરિભદ્રસૂરિએ અન્ય સંપ્રદાયોના જે વિદ્વાનોનો માનપૂર્વક નિર્દેશ કર્યો છે તેમાં એક
ગોપેન્દ્ર પણ છે. સાંખ્યયોગાચાર્યોના મત સાથે તેમનો પોતાનો મત મળે છે એવું તેમણે કહ્યું છે. હરિભદ્રસૂરિએ લલિતવિસ્તરામાં (પ. ૪૫ આ) “ભગવદ્ગોપેન્દ્ર’ એવા સન્માનસૂચક નામ સાથે તેમનો ઉલ્લેખ કર્યો છે. ગોપેન્દ્ર કે તેમની કોઈ કૃતિના વિશે કોઈ અજૈન વિદ્વાને નિર્દેશ કર્યો હોય તો તેની જાણ મને નથી.
૩. તે પરસ્પર વિરુદ્ધ વાતોનો સમન્વય કરે છે. આ દષ્ટિએ આ ક્ષેત્રમાં તે હરિભદ્રસૂરિના પુરોગામી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org