________________
સંપાદકીય
(ગુજરાતી આવૃત્તિ) -. ભગવાન મહાવીરની ૨૬મી જન્મ શતાબ્દીના ઉપલક્ષમાં શાસન સમ્રા શ્રીનેમિવિજ્ઞાન-કસ્તૂરસૂરીશ્વરજી મ.સા.ના પટ્ટધર પ.પૂ આચાર્ય ભગવંત શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા., પ.પૂ. આચાર્ય શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના ઉપદેશથી સ્થપાયેલી પ્રસિદ્ધ જૈન સંસ્થા શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ દ્વારા જૈન સાહિત્ય વિષયક કોઈ વિશિષ્ટ પ્રકાશન કાર્ય હાથ ધરવાની ઇચ્છા સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી અનિલભાઈ ગાંધીએ વ્યક્ત કરી ત્યારે અમે તેમને શ્રી પાર્શ્વનાથ જૈન શોધ સંસ્થાન, વારાણસી દ્વારા ઇ.સ. ૧૯૬૬ થી ૧૯૮૧ દરમ્યાન હિન્દી ભાષામાં ૭ ભાગમાં લખાયેલ “જૈન સાહિત્યકા બૃહ ઇતિહાસ” ના ગુજરાતી અનુવાદનું પ્રકાશન કરવાની સૂચના કરી. તેમણે પૂજ્ય આચાર્યશ્રી સાથે મંત્રણા કરી અનુવાદની યોજના બનાવી, ગુજરાતી આવૃત્તિના સંપાદન-અનુવાદનનું કાર્ય અમને સોંપ્યું.
પાર્શ્વનાથ વિદ્યાશ્રમ ગ્રંથમાલા (ક્રમાંક ૬, ૭, ૧૧, ૧૨, ૧૪, ૨૦, ૨૪)માં સાત ભાગમાં પ્રકાશિત થયેલ “જૈન સાહિત્ય કા બૃહદ્ ઈતિહાસ”ના માનદ્ સંપાદકો પં. દલસુખભાઈ માલવાણિયા અને ડૉ. મોહન લાલ મેહતા હતા. તેની બીજી આવૃત્તિ ઈ. સ. ૧૯૮૯ થી ૧૯૯૮ દરમ્યાન પ્રકાશિત થઈ હતી. તેના સંપાદક ડૉ. સાગરમલ જૈન હતા. ઉપરોક્ત ૭ ભાગોનો સંક્ષિપ્ત પરીચય અમે પ્રથમ ભાગમાં આપ્યો છે.
ભાગ-૧ અને ૨નો ગુજરાતી અનુવાદ પ્રકાશિત થઈ ચૂક્યો છે. પ્રસ્તુત ભાગ ૪ “કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ”નો અનુવાદ ડૉ. નગીન શાહે કરેલ છે. આ ભાગના મૂળ લેખકો ડૉ. મોહન લાલ મેહતા અને પ્રો. હીરાલાલ ૨. કાપડિયા હતા. આ બંને મહાનુભાવોનું ઋણ સ્વીકારી તેમના પ્રત્યે સાદર કૃતજ્ઞતા જ્ઞાપિત કરીએ છીએ.
આધુનિક ભારતીય સાહિત્યમાં સન્માનપૂર્ણ સ્થાન પ્રાપ્ત કરનાર પ્રસ્તુત ગ્રંથરાજનો ગુજરાતી અનુવાદ ગુજરાતના વિશાળ જૈન અને જૈનેતર સમાજને જૈન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org