________________
આગમસાર અને દ્રવ્યાનુયોગ
૧ ૬ ૩ આ ભાવપાહુડમાં ચારિત્તપાહુડ અને બોધપાહુડની જેમ વ્યવસ્થિત નિરૂપણ નથી. એવું જણાય છે કે તેમાં સંગ્રહને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. લિંગનું નિરૂપણ લિંગપાહુડમાં પણ છે. ભાવપાહુડમાં બીજા બધાં પાહુડોની અપેક્ષાએ જૈન પારિભાષિક શબ્દો અને દષ્ટાન્તો અધિક છે. ગુણભદ્રકૃત આત્માનુશાસન અને ભાવપાહુડ વચ્ચે બહુ સામ્ય છે.
ટીકા – આના ઉપર શ્રુતસાગરની ટીકા છે.
૬. મોખપાહુડ (મોક્ષપ્રાભૃત) – આમાં ૧૦૬ પદ્ય છે. અંતિમ પદ્યમાં આ કૃતિનું નામ આપ્યું છે. આ કૃતિમાં પરમાત્માના સ્વરૂપનું વર્ણન છે અને એ સ્વરૂપનું જ્ઞાન થતાં મુક્તિ મળે છે એમ કહ્યું છે. આત્માનાં પ૨, આત્યંતર અને બાહ્ય એવા ત્રણ સ્વરૂપોનો નિર્દેશ કરીને ઈન્દ્રિયરૂપી બહિરાત્માનો પરિત્યાગ કરી કર્મરહિત પરમાત્માનું ધ્યાન ધરવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. સ્વદ્રવ્ય અને પરદ્રવ્યની સ્પષ્ટતા ન કરવાથી હાનિ થાય છે એવું પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
ખાણમાંથી નીકળેલા સુવર્ણ અને શુદ્ધ કરેલા સુવર્ણ વચ્ચે જેવું અંતર છે તેવું અંતર અન્તરાત્મા અને પરમાત્મા વચ્ચે છે. જે યોગી વ્યવહારમાં ઊંધે છે એટલે કે વ્યવહારમાં પડ્યો નથી તે પોતાના કાર્યમાં જાગ્રત છે અને જે વ્યવહારમાં જાગ્રત છે એટલે કે લોકોપચારમાં રચ્યોપચ્યો છે તે યોગી આત્માના કાર્યમાં ઊંધે છે. તેથી સાચો યોગી બધા વ્યવહારોથી સર્વથા મુક્ત થઈ પરમાત્માનું ધ્યાન કરે છે. પુણ્ય અને પાપનો ત્યાગ “ચારિત્ર” છે. સમ્યક્ત આદિ રત્નત્રય મેળવ્યા વિના ઉત્તમ ધ્યાન અશક્ય છે. ધર્મધ્યાન આજ પણ શક્ય છે. ઉગ્ર તપ કરનાર અજ્ઞાનીને જે કર્મનો ય કરવામાં અનેક ભવ લાગે છે તે કર્મનો ક્ષય ત્રણ ગુપ્તિથી યુક્ત જ્ઞાની અન્તર્મુહૂર્તમાં કરી નાખે છે. જે અચેતન પદાર્થને ચેતન માને છે તે અજ્ઞાની છે, જ્યારે ચેતન દ્રવ્યમાં જે આત્માને માને છે તે જ્ઞાની છે. તપ વિનાનું જ્ઞાન અને જ્ઞાન વિનાનું તપ પણ નિરર્થક છે, તેથી જ્ઞાન અને તપ બંનેથી યુક્ત બનતાં જે મોક્ષ મળે છે.
૧. કેટલાંક પદ્ય અનુષ્ટ્રપમાં છે. અધિકાંશ ભાગ આર્યા છન્દ્રમાં છે. ૨. ૨૪મા પદ્યની ટીકામાં (પૃ. ૩૨૦) શ્રુતસાગરે સીસામાંથી સોનું બનાવવાની વિધિની
સૂચક એક પ્રાચીન ગાથા ઉદ્ધત કરી એનું વિવેચન કર્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org