________________
૧૬ ૨.
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ આત્યંતર દોષને કારણે દંડક નામના નગરને બાળી નાખવાથી જિનલિંગી બાહુનું રૌરવ નરકમાં પડવું, સમ્યક્ત વગેરેમાંથી શ્રુત થવાને કારણે દીપાયન શ્રમણનું સંસારભ્રમણ, યુવતીઓથી ઘેરાયેલા રહેવા છતાં ભાવશ્રમણ શિવકુમારની અલ્પ સંસારિતા, શ્રુતકેવલી ભવ્યસેનને સમ્યત્વના અભાવમાં ભાવશ્રમણત્વની અપ્રાપ્તિ તથા તુસમાસ (તુષમાષ)ની ઉદ્ઘોષણા કરનાર શિવભૂતિની ભાવશુદ્ધિને કારણે મુક્તિ – આ પ્રકારનાં વિવિધ દૃષ્ટાન્તો અહીં આપવામાં આવ્યાં છે.
૧૮૦ ક્રિયાવાદી, ૮૪ અક્રિયાવાદી, ૬૭ અજ્ઞાનવાદી અને ૩૨ વૈયિક - આમ કુલ ૩૬૩ પાખંડીઓનો નિર્દેશ કરીને તેમના માર્ગને ઉન્માર્ગ કહીને જિનમાર્ગમાં મન લગાવવાનો ઉપદેશ આપ્યો છે.
શાલિસિન્થ મત્સ્ય (તન્દુલમસ્ય) અશુદ્ધ ભાવને કારણે મહાનરકમાં ગયો, એમ ૮૬મી ગાથામાં કહ્યું છે.
મોક્ષપ્રાપ્તિ માટે આત્માના શુદ્ધ સ્વરૂપનો વિચાર કરવો જોઈએ. કર્મરૂપ બીજનો નાશ થતાં મોક્ષ મળે છે. આત્મા જ્યારે પરમાત્મા બને છે ત્યારે તે જ્ઞાની, શિવ, પરમેષ્ઠી, સર્વજ્ઞ, વિષ્ણુ, ચતુર્મુખ અને બુદ્ધ કહેવાય છે. (જુઓ ગાથા ૧૪૯). રત્નત્રયની પ્રાપ્તિ માટે પાંચ જ્ઞાનની વિચારણા, કષાય અને નોકષાયનો ત્યાગ, તીર્થંકર નામકર્મના ઉપાર્જન માટેનાં સોળ કારણોનું પરિશીલન, બાર પ્રકારની તપશ્ચર્યાનું સેવન, શુદ્ધ ચારિત્રનું પાલન, પરીષહોને સહન કરવા, સ્વાધ્યાય, બાર અનુપ્રેક્ષાઓનું ચિન્તન, જીવ આદિ સાત તત્ત્વો અને નવ પદાર્થોનું જ્ઞાન, ચૌદ ગુણસ્થાનોની વિચારણા તથા દશવિધ વૈયાવૃત્ય વગેરેનો ઉલ્લેખ તેમાં છે. મન શુદ્ધ હોય તો અર્થ વગેરે ચાર પુરુષાર્થ સિદ્ધ થઈ શકે છે એમ ૧૬૨મા પદ્યમાં કહ્યું છે.
૧. પૃ. ૧૯૮ ઉપર શ્રતસાગરે કહ્યું છે કે ભવ્યસેન અગીઆર અંગોના ધારક હોવાથી ચૌદ
પૂર્વના અર્થને જાણતા હતા. તેથી અહીં તેમને શ્રુતકેવલી કહ્યા છે. ૨. તુષ એટલે કે ફોતરાંથી જેમ માલ એટલે કે અડદ ભિન્ન છે તેમ શરીરથી આત્મા ભિન્ન
છે એ વાતના સૂચક ‘તુષમાષ' શબ્દનું ઉચ્ચારણ કરનારા, કેવળ છ પ્રવચનમાત્રાના જ્ઞાતા, પરમ વૈરાગ્યશાળી શિવભૂતિ હતા એમ શ્રુતસાગરે ટીકામાં (પૃ. ૨૦૭) કહ્યું છે.
આ વાત શ્વેતાંબરોને “મા તુસ મા રુસ કથાનું સ્મરણ કરાવે છે. ૩. આ વાત ૧૨૪મી ગાથામાં કહેવામાં આવી છે. તે તત્ત્વાર્થસૂત્ર (અ.૧૦ સૂ. ૭)ના
સ્વપજ્ઞ ભાષ્યના આઠમા શ્લોકનું સ્મરણ કરાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org