________________
આગમિક પ્રકરણોનો ઉદ્ભવ અને વિકાસ
૧૪૭
જ છે. તેમનામાં જીવ, કર્મ, લોક, દ્વીપ, ધ્યાન વગેરે વિષયો અંગે જૈન આગમોમાં આવતા વિચારોનું સંકલન કરવામાં આવે છે. આ રીતે તેમનામાં વિચારોનો સંગ્રહ અર્થાત્ થોક હોવાથી તેમનું ‘થોકડા' નામ સાર્થક જણાય છે.
વિષયની દૃષ્ટિએ આગમિક પ્રકરણોના મુખ્ય બે વિભાગ કરી શકાય : (૧) તાત્ત્વિક એટલે કે અધિકાંશે દ્રવ્યાનુયોગ અને કોઈક કોઈક ઠેકાણે ગણિતાનુયોગ સંબંધી વિચારોનું નિરૂપણ કરનારાં પ્રકરણો અને (૨) આચાર એટલે કે ચરણકરણાનુયોગનું નિરૂપણ કરનારાં પ્રકરણો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org