________________
(૯)
ઉત્તરાર્ધમાં અનેક આગમિક પ્રકરણો અને તેના રચિયતાઓ જેવા કે શ્રી જિનભદ્રગણિ અને તેમના ક્ષેત્રસમાસ અને સંગ્રહણી આદિ, શ્રી હરિભદ્રસૂરિ અને તેમના જંબૂદીપસંગ્રહણી આદિ, શ્રી નેમિચંદ્રસૂરિ અને તેમના પ્રવચનસારોદ્ધાર, શ્રી ધર્મદાસગણિ અને તેમની ઉપદેશમાલા, મલધારી શ્રી હેમચંદ્રસૂરિ અને તેમની ઉપદેશમાલા, શ્રી કુંદકુંદાચાર્ય અને તેમના પ્રવચનસાર આદિ ~ આ રીતે આગમના સારરૂપ પ્રકરણો ઉપરાંત દ્રવ્યાનુયોગ, ધર્મોપદેશ, યોગ, અધ્યાત્મ, અનગાર અને સાગારનો આચાર, વિધિવિધાન, કલ્પ, મંત્ર, તંત્ર, પર્વ, તીર્થ ઈત્યાદિ વિષયક પ્રકરણોનો પરિચય કરાવવામાં આવ્યો છે.
જિનાગમ તથા જૈન સાહિત્યથી સુપરિચિત વિર્ય પૂજય સૂરિભગવંતો, પૂજ્ય પદસ્થો, પૂજ્ય સાધુ-સાધ્વી ભગવંતો, સાક્ષર વિદ્વાનો તેમજ સુપ્રસિદ્ધ ગ્રંથાગાર-જ્ઞાનભંડારના સંચાલકો વગેરેને અમે અંતરથી વિનંતિ કરીએ છીએ કે આપ સૌ તરફથી સલાહ-સૂચન-માર્ગદર્શન મળે તો પરિશિષ્ટમાં નીચેની હકીકતો સમાવી શકાય :
(૧) આ સાતે ભાગોમાં કોઈ ગ્રંથનો ઉલ્લેખ કદાચ રહી ગયો હોય તો તેની યાદી મૂકવી.
(૨) છેલ્લા કેટલાક વર્ષોમાં જે કંઈ પ્રાકૃત-સંસ્કૃત જૈન સાહિત્યનું નવસર્જન થયું હોય તે બધું લેવું.
(૩) આજ દિન સુધી જે કોઈ ગ્રંથોના સંશોધન-સંપાદન-પ્રકાશન ન થયાં હોય તેની નોંધ ઉમેરવી.
(૪) જે કોઈ વિદ્વાનો અપ્રકટ ગ્રંથોના સંશોધન-સંપાદન કરી રહ્યા · હોય તે ઉમેરવું.
આ કાર્ય સહુના સાથ-સહકારથી જ સંભવી શકે તેમ છે. એનાથી અનેક જિજ્ઞાસુઓને સાચું માર્ગદર્શન મળશે.. કેટલાય અપ્રકાશિત ગ્રંથોના સંપાદન માટે નવી દિશાસૂઝ મળશે...
પ્રાંતે, અમારી એવી અંતરની અભિલાષા ખરી...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org