________________
અન્ય કર્મસાહિત્ય
૧૨૧
૧૦, સત્તાવસ્થા
ભેદ, સાદ્યાદિ અને સ્વામી આ ત્રણ દૃષ્ટિએ સત્તાનો વિચાર કરવામાં આવ્યો છે. સત્તાનો અર્થ છે કર્મોનું નિધિરૂપે પડ્યું રહેવું. વિવક્ષાભેદે સત્તા બે, આઠ અને એક સો અઠ્ઠાવન પ્રકારની હોય છે. આચાર્યે વિવિધ ગુણસ્થાનોની દૃષ્ટિએ સત્તામાં રહેલી કર્મપ્રકૃતિઓનું વિશદ વિવેચન કર્યું છે. નારક અને દેવોની દૃષ્ટિએ પણ સત્તાનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
-
ઉપસંહારના રૂપે ગ્રંથકારે પ્રસ્તુત ગ્રંથને જાણવાનું વિશિષ્ટ ફળ દર્શાવ્યું છે. એ ફળ અષ્ટકર્મની નિર્જરાના કારણે પ્રાપ્ત થનાર અલૌકિક સુખના સિવાય બીજું કંઈ નથી. પ્રસ્તુત પરિચયથી સ્પષ્ટ છે કે કર્મપ્રકૃતિ જૈન કર્મવાદ સંમત કર્મની વિવિધ અવસ્થાઓનું વિવેચન કરનારો એક મહત્ત્વપૂર્ણ ગ્રંથ છે. એની નિરૂપણશૈલી કંઈક કઠિન છે. મલયિગિર વગેરેની ટીકાઓ એના અર્થના સ્પષ્ટીકરણ માટે વિશેષ ઉપયોગી છે.
કર્મપ્રકૃતિની વ્યાખ્યાઓ
કર્મપ્રકૃતિની ત્રણ વ્યાખ્યાઓ પ્રકાશિત થઈ ગઈ છે. આ ત્રણમાં એક પ્રાકૃત ચૂર્ણિ છે અને બે સંસ્કૃત ટીકાઓ છે. ચૂર્ણિકા૨નું નામ અજ્ઞાત છે. સંભવતઃ પ્રસ્તુત ચૂર્ણિ સુપ્રસિદ્ધ ચૂર્ણિકાર જિનદાસગણિ મહત્તરની જ કૃતિ હોય. આ વિશે નિશ્ચિતપણે કંઈ કહી ન શકાય. સંસ્કૃત ટીકાઓમાં એક સુપ્રસિદ્ધ ટીકાકાર મલયગિકૃિત* વૃત્તિ છે અને બીજી ન્યાયાચાર્ય યશોવિજયગણિવિરચિત ટીકા છે. યશોવિજયગણિનો સમય વિક્રમની અઢારમી સદી છે. ગુરુતત્ત્વવિનિશ્ચય, ઉપદેશરહસ્ય, શાસ્ત્રવાર્તાસમુચ્ચય ટીકા આદિ એમના અનેક મૌલિક ગ્રન્થ આજ પણ ઉપલબ્ધ છે. આ ત્રણ વ્યાખ્યાઓમાંથી ચૂર્ણિનું ગ્રન્થમાન સાત હજાર શ્લોકપ્રમાણ, મલયગિરિષ્કૃત વૃત્તિનું ગ્રન્થમાન આઠ હજાર શ્લોકપ્રમાણ અને યશોવિજયકૃત ટીકાનું ગ્રન્થમાન તેર હજાર શ્લોક પ્રમાણ છે.
ચૂર્ણિ – ચૂર્ણિના પ્રારંભમાં નીચેની મંગલગાથા છે :
૧. ગાથા ૧-૪૯
૨.
ગાથા ૫૫
૩. જિનદાસગણિ મહત્તરનો પરિચય આમિક ચૂર્ણિઓ સાથે સંબંધ ધરાવતા પ્રકરણમાં દેવાઈ ગયો છે. જુઓ આ ઈતિહાસનો ભાગ ૩.
૪. મલયગિરિનો પરિચય આગમિક ટીકાઓ સાથે સંબંધ ધરાવતા પ્રકરણમાં દેવાઈ ગયો છે.
જુઓ ભાગ ૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org