________________
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ
૧૧૮
અનન્તમા ભાગ બરાબર થાય છે પરંતુ પ્રદેશસંખ્યામાં ક્રમશઃ હીન થાય છે. આગળ આચાર્યે સ્પર્ધક, અત્તર, સ્થાન, કંડક, વૃદ્વિષટ્ક, હાનિષટ્ક, અનુભાગસ્થાનમાં અવસ્થિત કાલાદિક અનુભાગસ્થાનોનું અલ્પબહુત્વ, સ્પર્શનાકાલનું અલ્પબહુત્વ, અનુભાગની તીવ્રતામંદતા વગેરેનું વિવેચન કર્યું છે.
સ્થિતિબંધની વ્યાખ્યા કરતાં ગ્રન્થકારે સ્થિતિબંધના ચાર અનુયોગોનું સ્વરૂપ સમજાવ્યું છે ઃ ૧. સ્થિતિસ્થાન, ૨. નિષેક, ૩. અબાધાકંડક અને ૪. અલ્પબહુત્વ. સ્થિતિસ્થાનની પ્રરૂપણામાં ઉત્કૃષ્ટ સ્થિતિબંધ, ઉત્કૃષ્ટ આયુષ્યબંધ, ઉત્કૃષ્ટ અબાધા, જઘન્ય સ્થિતિબંધ, જઘન્ય આયુષ્યબંધ અને જઘન્ય અબાધાનો વિચાર કરવામાં આવ્યો છે. નિષેકનું અનન્તરોપનિધા અને પરસ્પરોપનિધાની દૃષ્ટિએ નિરૂપણ કરવામાં આવ્યું છે. અબાધાથી ઉપરની સ્થિતિ નિષેક કહેવાય છે. અબાધાકંડકની પ્રરૂપણામાં બતાવવામાં આવ્યું છે કે ચાર પ્રકારના આયુષ્યને છોડી બાકીની બધી કર્મપ્રકૃતિઓની અબાધાનો એક એક સમય ઓછો થવાની સાથે સાથે સ્થિતિબંધમાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગ બરાબર એક એક કંડક ઓછો થતો જાય છે. અંગુલના અસંખ્યાતમા ભાગમાં જેટલા આકાશપ્રદેશો હોય છે તેટલા અનુભાગસ્થાનોનો સમુદાય કંડક કહેવાય છે. અલ્પબહુત્વનું નિરૂપણ કરતાં આચાર્યે બન્ધ, અબાધા, કંડક આદિ દસ સ્થાનોના અલ્પબહુત્વનો વિચાર કર્યો છે. અહીં સુધી બન્ધનકરણનો અધિકાર છે.
૨. સંક્રમકરણ સંક્રમ ચાર પ્રકારનો છે : ૧. પ્રકૃતિસંક્રમ, ૨. સ્થિતિસંક્રમ, ૩. અનુભાગસંક્રમ અને ૪. પ્રદેશસંક્રમ. જીવ જ્યારે જ્યારે જે જે કર્મપ્રકૃતિને બાંધવાને યોગ્ય યોગ કે પરિણામમાં પ્રવર્તિત થાય છે ત્યારે ત્યારે તે તે કર્મપ્રકૃતિના રૂપમાં કર્મવર્ગણાઓ (કર્મપુદ્ગલો) પરિણત થાય છે. બીજા શબ્દોમાં, જે કર્મપ્રકૃતિના બંધમાં જીવવીર્ય જે સમયે પ્રવર્તિત થાય છે તે સમયે તે પ્રકૃતિ બંધાય છે. એટલું જ નહિ, તે બંધાનારી પ્રકૃતિથી અતિરિક્ત પૂર્વબદ્ધ પ્રકૃતિના પ્રદેશ વગેરે તે બધ્યમાન પ્રકૃતિના રૂપમાં પરિણત થઈ જાય છે. આમ બધ્યમાન પ્રકૃતિમાં બદ્ધ પ્રકૃતિનું તરૂપ થઈ જવું સંક્રમ કે સંક્રમણ કહેવાય છે. ઉદાહરણાર્થ, સાતાવેદનીય કર્મપ્રકૃતિનો બંધ કરતો જીવ અસાતાવેદનીયને સાતાવેદનીયના રૂપમાં પરિણત કરી દે છે અથવા અસાતવેદનીયનો બંધ કરતો
—
૧. ગાથા ૩૦ ૨. ગાથા ૩૧-૬૭ ૩. ગાથા ૬૮-૧૦૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org