________________
અન્ય કર્મસાહિત્ય
૧૧૭
અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી અવગાહનાવાળી છે. એક જીવપ્રદેશાવગાહી એટલે કે જીવના એક પ્રદેશમાં રહેલ એક ગ્રહણયોગ્ય દ્રવ્યને અર્થાત્ પુદ્ગલપરમાણુને પણ જીવ પોતાના બધા પ્રદેશોથી ગ્રહણ કરે છે. એ જ રીતે સર્વ જીવપ્રદેશોમાં અવગાહિત ગ્રહણયોગ્ય સર્વ પુદ્ગલ સ્કંધોને પણ જીવ પોતાના બધા પ્રદેશો વડે ગ્રહણ કરે છે. અહીં સુધી યોગનો અધિકાર છે.
૧.
પુદ્ગલ દ્રવ્યોનું પરસ્પર જોડાણ સ્નેહ (સ્નિગ્ધસ્પર્શ) અને રુક્ષસ્પર્શથી થાય છે. પ્રસ્તુત ગ્રંથમાં ત્રણ પ્રકારની સ્નેહપ્રરૂપણા કરવામાં આવી છે : સ્નેહપ્રત્યયસ્પર્ધક પ્રરૂપણા, ૨. નામપ્રત્યયસ્નેહસ્પર્ધક પ્રરૂપણા અને ૩. યોગપ્રત્યયસ્નેહસ્પર્ધક પ્રરૂપણા, સ્નેહપ્રત્યયસ્પર્ધક એક છે. તેમાં સ્નેહાવિભાગ વર્ગણાઓ અનન્ત છે. તેમાં અલ્પ સ્નેહવાળા પુદ્ગલ વધુ અને અધિક અધિક સ્નેહવાળા પુદ્ગલ અલ્પ અલ્પ છે. સ્નેહપ્રત્યયસ્પર્ધકની જ જેમ નામપ્રત્યય અને યોગપ્રત્યયસ્નેહસ્પર્ધકમાં પણ અવિભાગ વર્ગણાઓ અનન્ત છે.
3
કર્મની મૂળ પ્રકૃતિઓ અને ઉત્તર પ્રકૃતિઓનો ભેદ અનુભાગવિશેષથી (રવિશેષ)થી થાય છે. અનુભાગવિશેષનું કારણ સ્વભાવભેદ છે. અવિશેષિત રસપ્રકૃતિવાળો બંધ પ્રકૃતિબંધ કહેવાય છે. મૂલ પ્રકૃતિના કર્મપ્રદેશો ઉત્તર પ્રકૃતિઓમાં કેવી રીતે વિભક્ત થાય છે, એનું સંક્ષેપમાં વર્ણન કર્યા પછી આચાર્યે પ્રકૃતિબંધ અને પ્રદેશબંધની ચર્ચા સમાપ્ત કરી છે.' ત્યાર બાદ અનુભાગબંધ (રસબંધ) અને સ્થિતિબંધનું વર્ણન કરવામાં આવ્યું છે.
જીવ જે કર્મસ્કન્ધોને ગ્રહણ કરે છે તેમનામાં એક સરખો રસ ઉત્પન્ન નથી કરતો પરંતુ ભિન્ન ભિન્ન પ્રકારનો રસ ઉત્પન્ન કરે છે. આનું નામ અનુભાગબંધ છે. રસવિભાગની વિષમતાનું કારણ રાગદ્વેષનું ઓછાવત્તાપણું છે. સૌથી ઓછા રસવિભાગવાળા કર્મપ્રદેશો પ્રથમ વર્ગણા જઘન્ય રસવર્ગણામાં સમાવેશ પામે છે. આ વર્ગણાઓ એક એક રસવિભાગથી ક્રમશઃ વધતી વધતી સિદ્ધોના
१. परमाणुसंखऽसंखाणंतपएसा अभव्वणंतगुणा ।
सिद्धाणणंत भागो आहारगवग्गणा तितणू ॥ १८ ॥ अग्गहणंतरियाओ तेयगभासामणे य कम्मे य । धुवअधुवअच्चित्ता सुन्नाचउअंतरेसुप्पिं ॥ १९ ॥ पत्तेयगतणुसुबायरसुहुमनिगोए तहा महाखंधे । गुणनिफन्नसनाभा असंखभागंगुलवगाहो ॥ २० ॥ ૩. ગાથા ૨૨-૨૩ ૪. ગાથા ૨૪
૨. ગાથા ૨૧
Jain Education International
For Private & Personal Use Only
૫. ગાથા ૨૫-૨૮
www.jainelibrary.org