________________
કષાયપ્રાભૃતની વ્યાખ્યાઓ
૧૦૫
કષાયપ્રાભૂતની ગાથાસંખ્યા વિશે ઉપર્યુક્ત બે જાતની માન્યતાઓનો ઉલ્લેખ કરતાં જયધવલાકારે બીજા પ્રકારની માન્યતાનું સમર્થન કર્યું છે. આ અંગે તેમણે લખ્યું છે કે કેટલાક વ્યાખ્યાનાચાર્યો કહે છે કે ૨૩૩ ગાથાઓમાંથી ૧૮૦ ગાથાઓને છોડી સમ્બન્ધ, અદ્ધાપરિમાણ અને સંક્રમણનો નિર્દેશ કરતી બાકીની ૫૩ ગાથાઓ આચાર્ય નાગહસ્તીએ લખી છે, તેથી જ “હાદું કરી’ એમ કહીને નાગહસ્તીએ ૧૮૦ ગાથાઓનો ઉલ્લેખ કર્યો છે. તેમનું આ કથન યોગ્ય નથી. સમ્બન્ધ, અદ્ધાપરિમાણ અને સંક્રમનો નિર્દેશ કરતી ગાથાઓને છોડી કેવળ ૧૮૦ ગાથાઓ ગુણધર ભટ્ટારકકૃત માનતાં ગુણધરની અજ્ઞાનતાની આપત્તિ આવે. તેથી માનવું જોઈએ કે કષાયપ્રાભૃતની બધી જ ૨૩૩ ગાથાઓ ગુણધર ભટ્ટારકે રચી છે. જયધવલાકારની આ દલીલ યોગ્ય લાગતી નથી.
કેવલજ્ઞાન અને કેવલદર્શન – જયધવલામાં એક સ્થાને કેવલજ્ઞાન અને કેવલદર્શનના યૌગપદ્યની સિદ્ધિના પ્રસંગે સિદ્ધસેનકૃત સન્મતિતકની અનેક ગાથાઓ ઉદ્ધત કરવામાં આવી છે અને એ દર્શાવવામાં આવ્યું છે કે અન્તરંગ ઉદ્યોત કેવલદર્શન છે તથા બહિરંગ પદાર્થોને વિષય કરનારો પ્રકાશ કેવલજ્ઞાન છે. આ બંને ઉપયોગોની યુગપત પ્રવૃત્તિ વિરુદ્ધ નથી કારણ કે ઉપયોગોની ક્રમિક પ્રવૃત્તિ કર્મનું કાર્ય છે. કર્મનો અભાવ થઈ જતાં ઉપયોગોની ક્રમિકતાનો પણ અભાવ થઈ જાય છે. તેથી નિરાવરણ કેવલજ્ઞાન અને કેવલદર્શન યુગપત પ્રવૃત્ત થાય છે, ક્રમશ: નહિ. બપ્પદેવાચાર્યલિખિતિ ઉચ્ચારણા
જયધવલાકાર વીરસેને એક સ્થાને બખ્ખદેવાચાર્યલિખિત ઉચ્ચારણાવૃત્તિનો ઉલ્લેખ કર્યો છે અને ઉચ્ચારણાચાર્યલિખિત ઉચ્ચારણવૃત્તિથી તેનો મતભેદ દર્શાવ્યો છે. આ ઉલ્લેખ આવો છે : અનુદિશથી લઈને અપરાજિત સુધીના દેવોના અલ્પતર વિભક્તિસ્થાનનો અન્તરકાલ અહીં ઉચ્ચારણામાં ચોવીસ દિન-રાત કહ્યો છે જ્યારે બપ્પદેવાચાર્યલિખિત ઉચ્ચારણામાં વર્ષપૃથક્વ જણાવ્યો છે. તેથી આ બંને ઉચ્ચારણાઓનો અર્થ સમજીને અત્તરકાલનું કથન કરવું જોઈએ. અમારા અભિપ્રાયે વર્ષપૃથક્વનો અન્તરકાલ ઠીક છે. અહીં બપ્પદેવાચાર્યલિખિત ૧. એજન, પૃ. ૧૮૩ ૨. એજન, પૃ. ૩પ૧-૩૬૦ ૩. એજન, પૃ. ૩૫૬-૩પ૭ ४. अणुद्दिसादि अवराइयदंताणं अप्पदरस्स अंतरं एत्थ उच्चारणाए चउवीस अहोरत्तमेत्तमिदि
भणिदं । बप्पदे वाइरियलिहिद-उच्चारणाए वासपुधत्तमिदि परूविदं । एदासि दोण्हमुच्चारणाणमत्थो जाणिय वत्तव्यो । अम्हाणं पुण वासपुधत्तंतरं सोहणमिदि
પ્પાનો | કસાયપાહુડ, ભાગ ૨, પૃ. ૪૨૦-૪૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org