________________
પાંચમું પ્રકરણ કષાયપ્રાભૂતની વ્યાખ્યાઓ
1
ઈન્દ્રનન્દિકૃત શ્રુતાવતારમાં ઉલ્લેખ છે કે આચાર્ય ગુણધરે કષાયપ્રાકૃતની રચના કરીને નાગહસ્તી અને આર્યમંત્રુને તેનું વ્યાખ્યાન આપ્યું. યતિવૃષભે તેમની પાસેથી કષાયપ્રાભૃત ભણી તેના ઉપર છ હજાર શ્લોકપ્રમાણ ચૂર્ણિસૂત્ર લખ્યાં. યતિવૃષભના તે ચૂર્ણિસૂત્રોનું અધ્યયન કરી ઉચ્ચારણાચાર્યે (પદપરક નામ) ચૂર્ણિસૂત્રો ઉપર બાર હજાર શ્લોકપ્રમાણ ઉચ્ચારણસૂત્રોની રચના કરી. તે પછી બહુ કાળ વીત્યા બાદ આચાર્ય શામકુંડે પખંડાગમ અને કષાયપ્રાભૂતનું પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરી મહાબન્ધ નામના છઠ્ઠા ખંડ અતિરિક્ત બંને ગ્રંથો ઉપર બાર હજાર શ્લોકપ્રમાણ પ્રાકૃત-સંસ્કૃત-કન્નડમિશ્રિત પદ્ધતિરૂપ વૃત્તિ રચી. તે પછી બહુ સમય વીતી ગયા પછી તુમ્બુલૂરાચાર્યે પણ પખંડાગમના પ્રથમ પાંચ ખંડ તથા કષાયપ્રાભૂત ઉપર કન્નડમાં ચોરાશી હજાર શ્લોકપ્રમાણ ચૂડામણિ નામની બૃહત્કાય વ્યાખ્યા લખી. તે પછી બહુ કાળ વીતી ગયા પછી બપ્પદેવ ગુરુએ ખંડાગમ અને કષાયપ્રાકૃત ઉપર અડસઠ હજાર શ્લોકપ્રમાણ પ્રાકૃત ટીકા લખી. તે પછી બહુ કાળ વીતી ગયા પછી વીરસેનગુરુએ ખંડાગમના પાંચ ખંડો ઉપર બોત્તેર હજાર શ્લોકપ્રમાણ પ્રાકૃતસંસ્કૃતમિશ્રિત ધવલા ટીકા લખી. તે પછી કષાયપ્રાભૂતની ચા૨ વિભક્તિઓ પર આ પ્રકારની વીસ હજાર શ્લોકપ્રમાણ જયધવલા ટીકા લખીને તે સ્વર્ગવાસી થયા. આ અપૂર્ણ જયધવલાને તેમના જ શિષ્ય જયસેને (જિનસેને) ચાલીસ હજાર શ્લોકપ્રમાણ વધુ ટીકા લખી પૂર્ણ કરી.૨
શ્રુતાવતારના આ ઉલ્લેખથી પ્રકટ થાય છે કે કષાયપ્રાભૂત ઉપર નીચે જણાવેલી ટીકાઓ લખાઈ હતી :
૧. આચાર્ય યતિવૃષભકૃત ચૂર્ણિસૂત્ર, ૨. ઉચ્ચારણાચાર્યકૃત ઉચ્ચારણવૃત્તિ અથવા મૂલ ઉચ્ચારણા, ૩. આચાર્ય શામકુંડકૃત પદ્ધતિ ટીકા, ૪. તુમ્બુલૂરાચાર્યકૃત
૧. આ બંનેની રચના પ્રાકૃત ભાષામાં થઈ છે.
૨. જુઓ ખંડાગમ, પુસ્તક ૧, પ્રસ્તાવના, પૃ. ૪૬-૫૩; કસાયપાહુડ, ભાગ ૧, પ્રસ્તાવના, પૃ. ૯-૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org