________________
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ અન્તમાં ક્ષપણાધિકારચૂલિકાના રૂપમાં મળતી બાર સંગ્રહગાથાઓમાં ક્ષપકશ્રેણી વિશે વિશેષ પ્રકાશ પાડતાં કહેવામાં આવ્યું છે કે જીવ અનન્તાનુબંધી ચતુષ્ક, મિથ્યાત્વ, સમ્યુગ્મિથ્યાત્વ અને સમ્યક્ત આ સાત કર્મપ્રકૃતિઓનો ક્ષય ક્ષપકશ્રેણી પર ચઢતાં પહેલાં જ કરે છે. ક્ષપકશ્રેણી ઉપર ચઢતાં અનિવૃત્તિકરણ ગુણસ્થાનમાં અત્તરકરણથી પહેલાં આઠ મધ્યમ કષાયોનો જીવ ક્ષય કરે છે. ત્યાર પછી જીવ નપુંસકવેદ, સ્ત્રીવેદ, હાસ્યાદિ પક તથા પુરુષવેદનો ક્ષય કરે છે. અને ત્યાર બાદ સંજવલન ક્રોધ વગેરેનો ક્ષય કરે છે, ઈત્યાદિ.
૧. કસાયપાહુડ સુત્ત, પૃ. ૮૯૭-૮૯૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org