________________
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ વિવાદ એકાર્થક છે. માન, મદ, દર્પ, સ્તન્મ, ઉત્કર્ષ, પ્રકર્ષ, સમુત્કર્ષ, આત્મોત્કર્ષ, પરિભવ અને ઉત્સિક્ત એકાર્થક છે. માયા, સાતિયોગ, નિકૃતિ, વંચના, અનૂભુતા, ગ્રહણ, મનોજ્ઞમાર્ગણ, કલ્ક, કુહક, ગૂહન અને છત્ર એકાર્થક છે. કામ, રાગ, નિદાન, છન્દ, સ્વત, પ્રેય, દ્વેષ, સ્નેહ, અનુરાગ, આશા, ઈચ્છા, મૂચ્છ, ગૃદ્ધિ, શાશ્વત, પ્રાર્થના, લાલસા, અવિરતિ, તૃષ્ણા, વિદ્યા અને જિલ્લા – આ વીસ પદ લોભના પર્યાયવાચી છે.'
દર્શનમોહોપશામના અર્થાધિકારમાં આચાર્યે નીચે જણાવેલા પ્રશ્નોનું સમાધાન કર્યું છે : | દર્શનમોહના ઉપશામકનો પરિણામ કેવો હોય છે ? કયા યોગ, કષાય અને ઉપયોગમાં રહેલ, કઈ લેશ્યાથી યુક્ત અને કયા વેદવાળો જીવ દર્શનમોહનો ઉપશામક હોય છે ? દર્શનમોહોપશામકનાં પૂર્વબદ્ધ કર્મ કયાં કયાં છે ? તે કયા કયા નવા કર્માશોને બાંધે છે ? તે કઈ કઈ પ્રકૃતિઓનો પ્રવેશક છે ? ઉપશમનકાલ પહેલાં બધૂ કે ઉદયની અપેક્ષાએ કયા કયા કર્માશ ક્ષીણ થાય છે ? ક્યાં આગળ અત્તર હોય છે ? ક્યાં કર્મોનું ઉપશમન થાય છે ? ઉપશામક કયા કયા સ્થિતિ-અનુભાગ વિશિષ્ટ કયાં કયાં કર્મોનું અપવર્તન કરીને કયા સ્થાનને પ્રાપ્ત કરે છે ? અવશિષ્ટ કર્મો કઈ સ્થિતિ અને અનુભાગને પામે છે ?
દર્શનમોહક્ષપણા અર્થાધિકારમાં આચાર્યે દર્શાવ્યું છે કે નિયમતઃ કર્મભૂમિમાં ઉત્પન્ન અને મનુષ્યગતિમાં રહેલો જીવ જ દર્શનમોહની ક્ષપણાનો પ્રસ્થાપક હોય છે અર્થાત્ પ્રારંભ કરનારો હોય છે પરંતુ તેનો નિષ્ઠાપક એટલે કે પૂર્ણ કરનારો ચારે ગતિઓમાં હોય છે. મિથ્યાત્વવેદનીય કર્મ સમ્યક્તપ્રકૃતિમાં અપવર્તિત એટલે કે સંક્રમિત હોતાં જીવ દર્શનમોહની ક્ષપણાનો પ્રસ્થાપક બને છે. તે ઓછામાં ઓછું તેજોલેશ્યામાં વર્તમાન હોય છે તથા અન્તર્મુહૂર્ત સુધી દર્શનમોહની નિયમતઃ ક્ષપણા કરે છે. દર્શનમોહ ક્ષીણ થતાં દેવ અને મનુષ્ય સંબંધી નામકર્મ તથા આયુકર્મનો અમુક અપેક્ષાએ બંધ કરે છે અને અમુક અપેક્ષાએ બંધ નથી પણ કરતો. જીવ જે ભાવમાં ક્ષપણનો પ્રસ્થાપક બને છે તેનાથી અન્ય ત્રણ ભવોનું નિયમતઃ ઉલ્લંઘન નથી કરતો. દર્શનમોહ
૧. ગાથા ૮-૯૦ ૨. ગાથા ૯૧-૯૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org