________________
કષાયપ્રાભૃત
૯૧ ૬. બન્ધક, ૭. વેદક, ૮. ઉપયોગ, ૯. ચતુઃસ્થાન, ૧૦. વ્યંજન, ૧૧. સમ્યક્ત, ૧૨. દેશવિરતિ, ૧૩. સંયમ, ૧૪. ચારિત્રમોહનીયની ઉપશમના, ૧૫. ચારિત્રમોહનીયની ક્ષપણા.
આ સ્થાને જયધવલાકારે એ પણ નિર્દેશ કર્યો છે કે આ રીતે અન્ય પ્રકારે પણ પંદર અર્વાધિકારોનું પ્રરૂપણ કરી લેવું જોઈએ. આ ઉપરથી લાગે છે કે કષાયપ્રાકૃતના અર્થાધિકારોની ગણનામાં એકરૂપતા રહી નથી. કષાયપ્રાભૂતની ગાથાસંખ્યા
આમ તો કષાયમામૃતમાં ૨૩૩ ગાથાઓ મનાય છે પરંતુ વસ્તુતઃ આ ગ્રંથમાં ૧૮૦ જ ગાથાઓ છે. બાકીની ૫૩ ગાથાઓ કષાયપ્રાભૂતકાર ગુણધરાચાર્યરચિત ન હોતાં સંભવતઃ આચાર્ય નાગહસ્તિરચિત છે જે વ્યાખ્યાના રૂપમાં પાછળથી ઉમેરવામાં આવી છે. આ વસ્તુ આ ગાથાઓને અને જયધવલાટીકાને જોવાથી સ્પષ્ટ થાય છે. કષાયપ્રાભૃતના મુદ્રિત સંસ્કરણોમાં પણ સંપાદકોએ એમના પૃથક્કરણનું પૂરું ધ્યાન રાખ્યું છે. આચાર્ય નાગહસ્તી કષાયમામૃતાચૂર્ણિકાર આચાર્ય યતિવૃષભના ગુરુ છે. જો કે યતિવૃષભાચાર્ય આ ગાથાઓ ઉપર પણ ચૂર્ણિસૂત્રો લખ્યાં છે તેમ છતાં એમના કર્તુત્વના વિષયમાં કોઈ જાતનો ઉલ્લેખ કર્યો નથી. સંભવતઃ આ જાતનો ઉલ્લેખ તેમણે જરૂરી ન માન્યો હોય કારણ કે કષાયપ્રાભૂતકારના નામનો પણ તેમણે પોતાનાં ચૂર્ણિસૂત્રોમાં કોઈ નિર્દેશ કર્યો નથી. એ પણ સંભવ છે કે આ વિષયની વિશેષ જાણકારી પ્રાપ્ત ન થઈ હોય અને પરંપરાથી ચાલી આવતી ગાથાઓ પર અર્થનું સ્પષ્ટીકરણ કરવાની દૃષ્ટિએ ચૂર્ણિસૂત્રો લખી નાખ્યાં હોય. જે કંઈ હોય તે, પરંતુ એટલું તો નિશ્ચિત છે કે કષાયપ્રાભૃતની ૨૩૩ ગાથાઓમાંથી ૧૮૦ ગાથાઓ તો ગ્રન્થકારે પોતે જ રચી છે અને બાકીની ૫૩ ગાથાઓ બીજાની રચેલી છે. જયધવલાકારે જ્યાં જ્યાં કષાયપ્રાભૂતની ગાથાઓનો નિર્દેશ કર્યો છે ત્યાં બધે જ સ્થાને ૧૮૦ની જ સંખ્યા આપી છે. જો કે એક સ્થાને તેમણે ૨૩૩ ગાથાઓનો ઉલ્લેખ કર્યો છે અને એ સિદ્ધ કરવાની ચેષ્ટા કરી છે કે આ બધી ૨૩૩ ગાથાઓ ગુણધરાચાર્યકૃત છે પરંતુ તેમનું તે સમાધાન સંતોષકારક નથી. વિષયપરિચય ન કષાયપ્રાભૂતની ૨૩૩ ગાથાઓમાંથી પ્રારંભની ૧૨ ગાથાઓ પ્રસ્તાવનારૂપ છે. કષાયપ્રાભૂતની ઉત્પત્તિના વિશે પહેલી ગાથામાં કહેવામાં આવ્યું છે કે ૧. એજન, પૃ. ૧૯૩ ૨. એજન, પૃ. ૯, ૧૮૩
Jain Education International
-For Private & Personal Use Only
www.jainelibrary.org