________________
કર્મપ્રાભૂતની વ્યાખ્યાઓ
૭૭
એક-એકમૂલપ્રકૃતિબન્ધ અને અવ્વોગાઢમૂલપ્રકૃતિબન્ધ. ઉત્તરપ્રકૃતિબન્ધના ચોવીસ અનુયોગદ્વારો છે જેમાં બન્ધસ્વામિત્વ પણ એક છે. એનું નામ બન્ધસ્વામિત્વવિચય છે. મિથ્યાત્વ, અસંયમ, કષાય અને યોગને કારણે જીવ અને કર્મોનો જે એકત્વપરિણામ થાય છે તેને બન્ધ કહે છે. આ બન્ધનું જે સ્વામિત્વ છે તેનું નામ બન્ધસ્વામિત્વ છે. એનો જે વિચય છે તે બન્ધસ્વામિત્વવિચય છે. વિચય, વિચારણા, મીમાંસા અને પરીક્ષા એકાર્થક છે.
તીર્થોત્પત્તિ – વેદના ખંડમાં અંતિમ મંગલસૂત્ર ‘નમો વન્દ્વમાળવુદ્ઘરિસિસ્સ'ની વ્યાખ્યાના પ્રસંગે ધવલાકારે તીર્થની ઉત્પત્તિના વિષયમાં પ્રકાશ પાડતાં સમવસરણમંડલની રચનાનું રોચક વર્ણન કર્યું છે અને વર્ધમાન ભટ્ટારકને તીર્થ ઉત્પન્ન કરતા દર્શાવ્યા છે.
સર્વજ્ઞત્વ – કેવલજ્ઞાનાવરણીયના ક્ષયથી જીવ કેવલજ્ઞાની, કેવલદર્શનાવરણીયના ક્ષયથી જીવ કેવલદર્શની, મોહનીયના ક્ષયથી જીવ વીતરાગ અને અન્તરાયના ક્ષયથી જીવ અનન્તબલયુક્ત બને છે. આવરણ ક્ષીણ થતાં જ્ઞાનની પરિમિતતા રહેતી નથી, કારણ કે પ્રતિબન્ધરહિત સકલપદાર્થાવગમનસ્વભાવ જીવ પરિમિત પદાર્થોને જાણે એમાં વિરોધ છે. કહ્યું પણ છે :
જ્ઞ અર્થાત્ જ્ઞાનસ્વભાવ જીવ પ્રતિબન્ધકનો અભાવ થતાં શેયના વિષયમાં અજ્ઞ અર્થાત્ જ્ઞાનરહિત કેવી રીતે હોઈ શકે ? અર્થાત્ ન જ હોઈ શકે. શું અગ્નિ પ્રતિબન્ધકના અભાવમાં દાહ્ય પદાર્થને બાળતો નથી ? અર્થાત્ અવશ્ય બાળે છે. આમ જ્ઞાનથી અર્થાત્ સર્વજ્ઞત્વથી યુક્ત વર્ધમાન ભટ્ટા૨કે તીર્થની ઉત્પત્તિ કરી
છે.
3
મહાવીરચરિત – અવસર્પિણી અને ઉત્સર્પિણીના બે ભેદે કાલના બે પ્રકાર છે. જે કાળમાં બળ, આયુ અને ઉત્સેધનું ઉત્સર્પણ (વૃદ્ધિ) થાય તે ઉત્સર્પિણી કાળ છે તથા જે કાળમાં તેમનું અવસર્પણ (હાનિ) થાય તે અવસર્પિણી કાળ છે. આ બંને સુષમસુષમાદિ આરાઓના ભેદથી છ-છ પ્રકારના છે. આ ભરતક્ષેત્રના અવસર્પિણી કાળના દુષ્પમસુષમા નામના ચોથા આરાનાં ૩૩ વર્ષ ૬ માસ ૯ દિવસ બાકી રહ્યાં ત્યારે તીર્થની ઉત્પત્તિ થઈ. તે કેવી રીતે ? ચોથા આરાનાં ૭૫ વર્ષ ૮ માસ ૧૫ ૧. પુસ્તક ૮, પૃ. ૧-૩
૨. પુસ્તક ૯, પૃ. ૧૦૯-૧૧૩
૩. એજન, પૃ. ૧૧૮-૧૧૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org