________________
૭પ
કર્મપ્રાભૃતની વ્યાખ્યાઓ ષદ્વિધ વૃદ્ધિથી વધે છે. એમનું આ કથન ઘટતું નથી કારણ કે સકલ શ્રુતજ્ઞાનના સંખ્યામાં ભાગરૂપ અક્ષરજ્ઞાનથી ઉપર ષવૃદ્ધિઓનું હોવું સંભવતું નથી. અક્ષરશ્રુતજ્ઞાનથી ઉપર અને પદશ્રુતજ્ઞાનથી નીચે સંખ્યય વિકલ્પોની અક્ષરસમાસ સંજ્ઞા છે. એનાથી એક અક્ષરજ્ઞાન વધતાં પદ નામનું શ્રુતજ્ઞાન થાય છે. ૧૬,૩૪,૮૩,૦૭,૮૮૮ અક્ષરોનું એક દ્રવ્યશ્રુતપદ થાય છે. આ અક્ષરોથી ઉત્પન્ન ભાવશ્રુત પણ ઉપચારથી પદ કહેવાય છે. આ પદશ્રુતજ્ઞાનની ઉપર એક અક્ષરશ્રુતજ્ઞાન વધતાં પદસમાસ નામનું શ્રુતજ્ઞાન થાય છે. આ રીતે એક-એક અક્ષરના ક્રમથી પદસમાસ વધતું વધતું સંઘાતૠત સુધી પહોંચે છે. સંખેય પદો દ્વારા સંઘાતશ્રુતજ્ઞાન ઉત્પન્ન થાય છે. એની ઉપર એક અક્ષરશ્રુતજ્ઞાન વધતાં સંઘાતસમાસ નામનું શ્રુતજ્ઞાન થાય છે. સંધાતસમાસ વધતું વધતું એક અક્ષરશ્રુતજ્ઞાનથી ન્યૂન પ્રતિપત્તિશ્રુતજ્ઞાન સુધી પહોંચે છે. પ્રતિપત્તિશ્રુતજ્ઞાનની ઉપર એક અક્ષરશ્રુતજ્ઞાન વધતાં પ્રતિપત્તિસમાસ નામનું શ્રુતજ્ઞાન થાય છે. પ્રતિપત્તિસમાસ વધતું વધતું એક અક્ષરશ્રુતજ્ઞાનથી ન્યૂન અનુયોગદ્વારશ્રુતજ્ઞાન સુધી પહોંચે છે. આ રીતે પૂર્વસમાસ સુધી શ્રુતજ્ઞાનના ભેદોનું સ્વરૂપ સમજવું જોઈએ. પૂર્વસમાસ લોકબિન્દુસારના અન્તિમ અક્ષર સુધી પહોંચે છે.'
નરકમાં સમ્યક્તની ઉત્પત્તિ – સૂત્રકારે નરકમાં સમ્યક્તની ઉત્પત્તિનાં ત્રણ કારણો દર્શાવ્યાં છે : જાતિસ્મરણ, ધર્મશ્રવણ અને વેદનાનુભવ. ટીકાકારે આ ત્રણે કારણોને અંગે શંકાઓ ઉઠાવી એમનું સમાધાન કર્યું છે. જાતિસ્મરણ (ભવસ્મરણ)ના વિષયમાં એ શંકા કરવામાં આવી છે કે બધા નારકી જીવો વિર્ભાગજ્ઞાન વડે એક, બે, ત્રણ આદિ ભવગ્રહણ જાણે છે એટલે બધા નારકીઓને જાતિસ્મરણ હોય છે. આવી પરિસ્થિતિમાં બધા નારકીઓ સમ્યગ્દષ્ટિ હોવા જોઈએ. આનું સમાધાન એમ કહીને કરવામાં આવ્યું છે કે સામાન્ય ભવસ્મરણથી સમ્યત્વની ઉત્પત્તિ નથી હોતી પરંતુ ધર્મબુદ્ધિથી પૂર્વભવમાં કરેલાં અનુષ્ઠાનોની વિફલતાના દર્શનથી પ્રથમ સમ્યક્તની ઉત્પત્તિ થાય છે. ધર્મશ્રવણના અંગે એ શંકા કરવામાં આવી કે નારકી જીવોને ધર્મશ્રવણની સંભાવના કેવી રીતે હોઈ શકે કારણ કે નરકોમાં ઋષિઓનું ગમન થતું નથી. આનું સમાધાન એમ કહીને કરવામાં આવ્યું છે કે પોતાના પૂર્વભવના સંબંધીઓમાં ધર્મ ઉત્પન્ન કરાવવામાં પ્રવૃત્ત અને સમસ્ત બાધાઓથી રહિત સમ્યગ્દષ્ટિ દેવોનું નરકમાં ગમન થતું દેખાય છે. વેદનાનુભવના વિષયમાં એ શંકા કરવામાં આવી છે કે બધા નારકી જીવોમાં સમાનપણે હોવાને કારણે ૧. એજન, પૃ. ૨૧-૨૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org