SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મપ્રાભૃતની વ્યાખ્યાઓ (સામાન્યકથનનું) અને આદેશનિર્દેશનું વિશેષકથનનું) પ્રતિપાદન કરતાં ફરીથી ઋષભસેનના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.' અન્તરાનુગમ – અન્તરાનુગામના વ્યાખ્યાનનો પ્રારંભ કરતાં પહેલાં ટીકાકારે પ્રથમ જિન ઋષભદેવને નમસ્કાર કર્યા છે. પછી નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવના ભેદથી અત્તરનું વિવેચન કર્યું છે. આચાર્યો દર્શાવ્યું છે કે અત્તર, ઉચ્છદ, વિરહ, પરિણામાન્તરગમન, નાસ્તિત્વગમન અને અન્યભાવવ્યવધાન એકાર્થક છે. દક્ષિણપ્રતિપત્તિ અને ઉત્તરપ્રતિપત્તિ – ધવલાકારે દક્ષિણ અને ઉત્તરની ભિન્નભિન્ન માન્યતાઓનો ઉલ્લેખ કરીને દક્ષિણપ્રતિપત્તિનું સમર્થન કર્યું છે. “ડીસે તિ પતિદ્રોવાળ ટેટૂળ' સૂત્રનું વ્યાખ્યાન કરતાં ટીકાકારે લખ્યું છે કે આ વિષયમાં બે ઉપદેશ છે. તિર્યંચોમાં ઉત્પન્ન થયેલો જીવ બે માસ અને મુહૂર્તપૃથક્વ પછી સમ્યક્ત તથા સંયમસંયમ પ્રાપ્ત કરે છે. મનુષ્યોમાં ગર્ભકાળના પ્રારંભથી અન્તર્મુહૂર્તાધિક આઠ વર્ષ પૂરાં થાય પછી સમ્યક્ત, સંયમ તથા સંયમસંયમ પામે છે. આ દક્ષિણપ્રતિપત્તિ છે. દક્ષિણ, ઋજુ અને આચાર્યપરંપરાગત એકાક છે. તિર્યચોમાં ઉત્પન્ન થયેલો જીવ ત્રણ પખવાડિયાં, ત્રણ દિવસ અને અન્તર્મુહૂર્ત પછી સમ્યક્ત તથા સંયમસંયમ પ્રાપ્ત કરે છે. મનુષ્યોમાં આઠ વર્ષ પછી સમ્યક્ત, સંયમ તથા સંયમસંયમને પામે છે. આ ઉત્તરપ્રતિપત્તિ છે. ઉત્તર, અજુ અને આચાર્યપરંપરાનાગત એકાર્થક છે. ૧. નિદ્ સુવિદો fો હળતાળદિ શીટું ? એજન, પૃ. ૩૨૩ ૨. પુસ્તક ૫, પૃ. ૩. 3. एत्थ वे उवदेसा । तं जहा-तिरिक्खेसु वेमासमुहुत्तपुधत्तस्सुवरि सम्मत्तं संजमासंजमं च जीवो पडिवज्जदि । मणुसेसु गब्भादिअट्ठवस्सेसु अंतोमुत्तब्भहिएसु सम्मत्तं संजमं संजमासंजमं च पडिवज्जदि त्ति । एसा दक्खिणपडिवत्ती । दक्खिणं उज्जुवं आइरियपरंपरागदमिदि एयट्ठो । तिरिक्खेसु तिण्णिपक्खतिण्णिदिवसअंतोमुहुत्तस्सुवरि सम्मत्तं सजमासंजमं च पडिवज्जदि । मणुसेसु अट्ठस्साणमुवरि सम्मत्तं संजमं संजमासंजमं च पडिवज्जदि त्ति । एसा उत्तरपडिवत्ती । उत्तरमणुज्जुवं आइरियपरंपराए णागदमिदि एयट्ठो । એજન, પૃ. ૩૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001314
Book TitleKarma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta, Hiralal R Kapadia
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Karma
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy