________________
આગમિક વ્યાખ્યાઓ
પંચનમસ્કાર પછી સામાયિકવ્રત ગ્રહણ કરવામાં આવે છે કેમકે પંચનમસ્કાર સામાયિકનું જ એક અંગ છે. સામાયિક કઈ રીતે કરવી જોઈએ, તેનું કરણ, ભય, અન્ત અથવા ભદત્ત, સામાયિક, સર્વ, અવઘ, યોગ, પ્રત્યાખ્યાન, યાવજ્જીવન અને ત્રિવિધ પદોની વ્યાખ્યા સાથે વિવેચન કરવામાં આવ્યું છે.' સામાયિકનો લાભ કેવી રીતે થાય છે ? તેનો ઉત્તર આપતાં નિર્યુક્તિકાર કહે છે કે સામાયિકના સર્વઘાતી અને દેશઘાતી કર્મસ્પÁકોમાંથી દેશધાતી સ્પÁકોની વિશુદ્ધિની અનન્તગુણવૃદ્ધિ થતાં આત્માને સામાયિકનો લાભ થાય છે. ‘સામ’, ‘સમ’ અને ‘સમ્યક્’ની આગળ ‘ઇક’ પદ જોડવાથી જે પદો બને છે તે બધા સામાયિકના એકાર્થક પદો છે. તેમનો નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ નિક્ષેપોથી વિચાર થઈ શકે છે. સામાયિકના બીજા પણ એકાર્થક પદો આ છે : સમતા, સમ્યક્ત્વ, પ્રશસ્ત, શાન્તિ, શિવ, હિત, શુભ, અનિન્દ્ર, અગર્હિત, અનવદ્ય. હે ભગવન્ ! હું સામાયિક કરું છું – રેમિ અંતે ! સામાÄ – અહીં કોણ કા૨ક છે, શું કરણ છે અને કયું કર્મ છે ? કારણ અને કરણમાં ભેદ છે કે અભેદ ? આત્મા જ કારક છે, આત્મા જ કર્મ છે અને આત્મા જ કરણ છે. આત્માનું પરિણામ જ સામાયિક છે આથી આત્મા જ કર્તા, કર્મ અને કરણ છે.૫ સંક્ષેપમાં સામાયિકનો અર્થ છે ત્રણ કરણ અને ત્રણ યોગથી સાવઘ ક્રિયાનો ત્યાગ. ત્રણ કરણ અર્થાત્ કરવું, કરાવવું અને કરનારનું અનુમોદન કરવું, ત્રણ યોગ અર્થાત્ મન, વચન અને કાયા; તેમનાથી થનારી સાવદ્ય અર્થાત્ પાપકારિણી ક્રિયાનો જીવનપર્યન્ત ત્યાગ, આ જ સામાયિકનો ઉદ્દેશ્ય છે. ચતુર્વિશતિસ્તવ :
૭૮
આવશ્યકસૂત્રનું બીજું અધ્યયન ચતુર્વિશતિસ્તવ છે. ‘ચતુર્વિંશતિ’ શબ્દનો છ પ્રકારનો અને ‘સ્તવ’ શબ્દનો ચાર પ્રકારનો નિક્ષેપ-ન્યાસ છે. ચતુર્વિંશતિનિક્ષેપના છ પ્રકાર આ છે : નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ. સ્તવનિક્ષેપના ચાર પ્રકાર આ છે : નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. પુષ્પ વગેરે સામગ્રીથી પૂજા કરવી દ્રવ્યસ્તવ છે. સદ્ગુણોનું ઉત્કીર્તન ભાવસ્તવ છે. દ્રવ્યસ્તવ અને ભાવસ્તવમાં ભાવસ્તવ જ અધિક ગુણવાળો છે કેમકે જિન-વચનમાં ષડ્જવની રક્ષાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. જે લોકો એમ વિચારે છે કે દ્રવ્યસ્તવ બહુગુણવાળું છે તે અનિપુણમતિવાળા છે. દ્રવ્યસ્તવમાં ષડ્વવની રક્ષાનો વિરોધ આવે છે આથી સંયમવિદ્ સાધુઓ દ્રવ્યસ્તવની ઈચ્છા નથી રાખતા.
૧.
૪.
ગા.૧૦૨૩-૧૦૩૪.
ગા. ૧૦૪૦.
Jain Education International
૨. ગા. ૧૦૩૫.
૫, ગા. ૧૮૪૧-૨.
For Private & Personal Use Only
૩. ગા. ૧૦૩૭.
૬. ગા. ૧૦૫૯.
www.jainelibrary.org