________________
૬૫
આવશ્યકનિર્યુક્તિ છે. એ જ કારણ છે કે આ નિર્યુક્તિ સામગ્રી, શૈલી વગેરે બધી દષ્ટિએ વધારે મહત્ત્વપૂર્ણ છે. આમાં અનેક મહત્ત્વપૂર્ણ વિષયોનું વિસ્તૃત તથા વ્યવસ્થિત વ્યાખ્યાન કરવામાં આવ્યું છે. આગળની નિર્યુક્તિઓમાં ફરી તે વિષયો આવતાં સંક્ષિપ્ત વ્યાખ્યા કરીને આવશ્યકનિર્યુક્તિ તરફ સંકેત કરી દેવામાં આવ્યો છે. આ દષ્ટિએ બીજી નિર્યુક્તિઓના વિષયોને સારી રીતે સમજવા માટે આ નિર્યુક્તિનું અધ્યયન આવશ્યક છે. જયાં સુધી આતૃશ્યકનિયુક્તિનું અધ્યયન ન કરવામાં આવે, અન્ય નિર્યુક્તિઓનો અર્થ સમજવામાં મુશ્કેલી પડે છે.
આવશ્યકસૂત્રનું જૈન આગમ-ગ્રંથોમાં મહત્ત્વપૂર્ણ સ્થાન છે. આમાં છ અધ્યયન છે. પ્રથમ અધ્યયનનું નામ સામાયિક છે. બાકીના પાંચ અધ્યયનોનાં નામ ચતુવિંશતિસ્તવ, વન્દના, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન છે. આવશ્યકનિયુક્તિ આ જ સૂત્રની આચાર્ય ભદ્રબાહુકૃત પ્રાકૃત પદ્યાત્મક વ્યાખ્યા છે. આ જ વ્યાખ્યાના પ્રથમ અંશ અર્થાત્ સામાયિક-અધ્યયન સાથે સંબંધિત નિર્યુક્તિની વિસ્તૃત વ્યાખ્યા આચાર્ય જિનભદ્ર કરી છે. જે વિશેષાવશ્યકભાષ્યના નામથી પ્રસિદ્ધ છે. આ ભાષ્યની પણ અનેક વ્યાખ્યાઓ થઈ. આ વ્યાખ્યાઓમાં સ્વયં જિનભદ્રકૃત વ્યાખ્યા પણ છે. માલધારી હેમચન્દ્રકૃત વ્યાખ્યા વિશેષ પ્રસિદ્ધ છે. ઉપોદઘાત :
આવશ્યકનિર્યુક્તિના પ્રારંભમાં ઉપોદુધાત છે. તેને ગ્રન્થની ભૂમિકારૂપે સમજવો જોઈએ. ભૂમિકા રૂપે હોવા છતાં પણ તેમાં ૮૮૦ ગાથાઓ છે. જ્ઞાનાધિકાર :
ઉપોદ્ધાતનિયુક્તિની પ્રથમ ગાથામાં પાંચ પ્રકારના જ્ઞાન દર્શાવવામાં આવ્યા છે: આભિનિબોધિક, શ્રુત, અવધિ, મન:પર્યય અને કેવલ. આ પાંચ પ્રકારના જ્ઞાન મંગલરૂપ છે આથી આ ગાથાથી મંગલગાથાનું પ્રયોજન પણ સિદ્ધ થઈ જાય છે, એવું પછીના ટીકાકારોનું મંતવ્ય છે. આભિનિબૌધિક જ્ઞાનના સંક્ષેપમાં ચાર ભેદ કરવામાં આવ્યા છે : અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા. આમાંથી પ્રત્યેકનું કાળપ્રમાણ શું છે, તે બતાવતાં આગળ કહેવામાં આવ્યું છે : અવગ્રહની મર્યાદા એક સમય છે, ઈહા અને અવાય અન્તર્મુહૂર્ત સુધી રહે છે, ધારણાની કાળમર્યાદા સંખ્યય સમય, અસંખ્યય સમય અને અત્તર્મુહૂર્ત છે. અવિસ્મૃતિ અને સ્મૃતિરૂપ ધારણા અન્તર્મુહૂર્ત સુધી રહે છે, વાસના વ્યક્તિવિશેષની આયુ તથા તદાવરણકર્મના ક્ષયોપશમની વિશેષતાને કારણે સંખેય અથવા અસંખ્યય સમય સુધી બની રહે છે.'
૧.
ગા.૧-૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org