________________
નિર્યુક્તિઓ અને નિર્યુક્તિકાર
નિર્યુક્તિકાર આચાર્ય ભદ્રબાહુ વારાહીસંહિતાના પ્રણેતા જ્યોતિર્વિદ્ વરાહમિહિરના પૂર્વાશ્રમના સહોદર ભાઈ રૂપે જૈન સંપ્રદાયમાં પ્રસિદ્ધ છે. તેઓ
વરાહમિહિરના ભાઈ દ્વિતીય ભદ્રબાહુ છે, જે વિક્રમની છઠ્ઠી શતાબ્દીમાં થયા છે . પોતાના આ કથનનું સ્પષ્ટીકરણ કરવું અહીં ઉચિત છે. જ્યારે હું એમ કહું છું કે ઉપલબ્ધ નિર્યુક્તિઓ દ્વિતીય ભદ્રબાહુની છે, શ્રુતકેવલી ભદ્રબાહુની નથી, ત્યારે તેનું તાત્પર્ય એવું નથી કે શ્રુતકેવલી ભદ્રબાહુએ નિર્યુક્તિઓની રચના કરી જ નથી. મારું તાત્પર્ય માત્ર એટલું જ છે કે જે અંતિમ સંકલન રૂપે આજે આપણી સમક્ષ નિર્યુક્તિઓ ઉપલબ્ધ છે તે શ્રુતકેવલી ભદ્રબાહુની નથી. આનો અર્થ એમ નથી કે દ્વિતીય ભદ્રબાહુની પહેલાં કોઈ નિર્યુક્તિઓ હતી જ નહિ. નિર્યુક્તિ રૂપે આગમવ્યાખ્યાની પદ્ધતિ ખૂબ જૂની છે. આની જાણ આપણને અનુયોગદ્વારથી થાય છે. ત્યાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે અનુગમ બે પ્રકારનો હોય છે ઃ સુત્તાણુગમ અને નિજ્જુત્તિઅણુગમ. એટલું જ નહિ પરંતુ નિર્યુક્તિરૂપે પ્રસિદ્ધ ગાથાઓ પણ અનુયોગદ્વા૨માં આપવામાં આવી છે. પાક્ષિકસૂત્રમાં પણ નિષ્ણુત્તિ એવો પાઠ મળે છે. દ્વિતીય ભદ્રબાહુ પહેલાંની ગોવિન્દ વાચકની નિર્યુક્તિનો ઉલ્લેખ નિશીથ-ભાષ્ય તથા ચૂર્ણિમાં મળે છે. એટલું જ નહિ પરંતુ વૈદિક વાયમાં પણ નિરુક્ત અતિ પ્રાચીન છે. આથી નિશ્ચયપૂર્વક કહી શકાય છે કે જૈનાગમની વ્યાખ્યાનો નિર્યુક્તિ નામક પ્રકાર પ્રાચીન છે. એવો સંભવ નથી કે છઠ્ઠી શતાબ્દી સુધી આગમોની કોઈ વ્યાખ્યા નિર્યુક્તિ રૂપે થઈ જ ન હોય. દિગંબરમાન્ય મૂલાચારમાં પણ આવશ્યકનિર્યુક્તિગત કેટલીય ગાથાઓ છે. આનાથી પણ ખબર પડે છે કે શ્વેતાંબર-દિગંબર સંપ્રદાયનો સ્પષ્ટ ભેદ થયા પહેલાં પણ નિર્યુક્તિની પરંપરા હતી. આવી સ્થિતિમાં શ્રુતકેવલી ભદ્રબાહુએ નિર્યુક્તિઓની રચના કરી છે –આ પરંપરાને નિર્મૂળ માનવાનું કોઈ કારણ નથી. આથી એમ માનવું ઉચિત છે કે શ્રુતકેવલી ભદ્રબાહુએ પણ નિર્યુક્તિઓની રચના કરી હતી અને પછીથી ગોવિન્દ વાચક જેવા અન્ય આચાર્યોએ પણ. આ રીતે ક્રમશઃ વધતાં વધતાં નિર્યુક્તિઓનું જે અંતિમ રૂપ થયું તે દ્વિતીય ભદ્રબાહુનું છે અર્થાત્ દ્વિતીય ભદ્રબાહુએ પોતાના સમય સુધીની ઉપલબ્ધ નિર્યુક્તિ-ગાથાઓનો પોતાની નિર્યુક્તિઓમાં સંગ્રહ કર્યો, સાથે જ પોતાની તરફથી પણ કેટલીક નવી ગાથાઓ બનાવી જોડી દીધી. આ જ રૂપ આજે આપણી સામે નિર્યુક્તિ નામે ઉપલબ્ધ છે. આ રીતે ક્રમશઃ નિયુક્તિ-ગાથાઓ વધતી ગઈ. આનું એક પ્રબળ પ્રમાણ એ છે કે દશવૈકાલિકની બંને ચૂર્ણિઓમાં પ્રથમ અધ્યયનની માત્ર ૫૭ નિર્યુક્તિગાથાઓ છે જ્યારે હરિભદ્રની વૃત્તિમાં ૧૫૭છે. આનાથી પણ તે સિદ્ધ થાય છે કે દ્વિતીય ભદ્રબાહુએ નિર્યુક્તિઓનો અંતિમ સંગ્રહ કર્યો તે પછી પણ તેમાં વૃદ્ધિ થતી રહી છે. આ સ્પષ્ટીકરણના પ્રકાશમાં જો આપણે શ્રુતકેવલી ભદ્રબાહુને પણ નિર્યુક્તિકાર માનીએ તો અનુચિત નહિ હોય.
– મુનિ શ્રી હજારીમલ સ્મૃતિ-ગ્રંથ, પૃ. ૭૧૮-૯.
Jain Education International
૬૧
For Private & Personal Use Only
www.jainelibrary.org