________________
પ્રાસ્તાવિક
૪૯ અંચલગચ્છીય મહેન્દ્રસૂરિના શિષ્ય મેરૂતુંગસૂરિના શિષ્ય છે. પ્રસ્તુત દીપિકા સિવાય નિમ્નલિખિત દીપિકાઓ પણ તેમની જ લખેલી છે : દશવૈકાલિકનિયુક્તિદીપિકા, પિચ્છનિર્યુક્તિ-દીપિકા, ઓઘનિર્યુક્તિ-દીપિકા, ઉત્તરાધ્યયનદીપિકા, આચાર-દીપિકા. માણિક્યશેખરસૂરિ વિક્રમની પંદરમી સદીમાં વિદ્યમાન હતા. અજિતદેવસૂરિકૃત આચારાંગદીપિકા?
આ ટીકા ચન્દ્રગચ્છીય મહેશ્વરસૂરિના શિષ્ય અજિતદેવસૂરિએ વિ.સં.૧૬૨૯ની આસપાસ લખી છે. તેનો આધાર શીલાંકાચાર્ય કૃત આચારાંગ-વિવરણ છે. ટીકા સરળ, સંક્ષિપ્ત તથા સુબોધ છે. વિજયવિમલગણિવિહિત ગચ્છાચારવૃત્તિઃ
પ્રસ્તુત વૃત્તિ તપાગચ્છીય આનન્દવિમલસૂરિના શિષ્ય વિજયવિમલગણિએ વિ.સં. ૧૯૩૪માં લખી છે. તેનું ગ્રંથમાન ૫૮૫૦ શ્લોક-પ્રમાણ છે. વૃત્તિ વિસ્તૃત છે તથા પ્રાકૃત કથાનકોથી યુક્ત છે. વિજયવિમલગણિવિહિત તદુલવૈચારિકવૃત્તિઃ
આ વૃત્તિ ઉપરોક્ત વિજયવિમલગણિએ ગુણસૌભાગ્યગણિ પાસેથી મેળવેલ તન્દુલપ્રકીર્ણકના જ્ઞાનના આધારે લખી છે. વૃત્તિ શબ્દાર્થ-પ્રધાન છે. તેમાં ક્યાંક ક્યાંક અન્ય ગ્રંથોનાં ઉદ્ધરણો પણ છે. વાનરર્ષિકૃત ગચ્છાચારટીકા?
પ્રસ્તુત ટીકાના પ્રણેતા વાનરર્ષિ તપાગચ્છીય આનન્દવિમલસૂરિના શિષ્યાનુશિષ્ય છે. ટીકા સંક્ષિપ્ત અને સરળ છે. ટીકાકારે તેનો આધાર હર્ષકુલ દ્વારા પ્રાપ્ત ગચ્છાચાર પ્રકીર્ણકનાં જ્ઞાનને માનેલ છે. ભાવવિજયગણિત ઉત્તરાધ્યયનવ્યાખ્યા :
પ્રસ્તુત વ્યાખ્યા તપાગચ્છીય મુનિવિમલસૂરિના શિષ્ય ભાવવિજયગણિએ વિ.સં. ૧૬૮૯માં લખી છે. વ્યાખ્યા કથાનકોથી ભરપૂર છે. બધાં જ કથાનકો પદ્યબદ્ધ છે. વ્યાખ્યાનું ગ્રંથમાન ૧૬૨૫૫ શ્લોક-પ્રમાણ છે. સમયસુન્દરસૂરિસંદિગ્ધ દશવૈકાલિકદીપિકા : .
પ્રસ્તુત દીપિકાના પ્રણેતા સમયસુન્દરસૂરિ ખરતરગચ્છીય સકલચન્દ્રસૂરિના શિષ્ય છે. દીપિકા શબ્દાર્થ-પ્રધાન છે. તેનું ગ્રંથમાન ૩૪૫૦ શ્લોક-પ્રમાણ છે. તે વિ. સં. ૧૬૯૧માં સ્તષ્મતીર્થ (ખંભાત)માં પૂર્ણ થઈ હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org